दुनिया

PM મોદીના ઈઝરાયલ પ્રવાસ પહેલા નેતન્યાહૂનો માસ્ટર પ્લાન! ફફડી ઉઠ્યું પાકિસ્તાનનું મિત્ર તૂર્કિયે | netanyahu hexagon master plan india israel power block pm modi visit


Netanyahu Hexagon Master Plan: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ઈઝરાયલ પ્રવાસ પૂર્વે ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મિડલ ઇસ્ટમાં એક નવો ‘પાવર બ્લોક’ ઊભો કરવા માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી લીધી છે. નેતન્યાહૂએ આ મહત્ત્વાકાંક્ષી છ-પક્ષીય ગઠબંધનને ‘હેક્સાગન’ નામ આપ્યું છે, જેમાં ભારતને સૌથી વધુ મહત્ત્વ ૦આપવામાં આવ્યું છે. આ ગઠબંધનનો મુખ્ય હેતુ કટ્ટરવાદ અને આતંકવાદ સામે લડવાનો તેમજ વૈશ્વિક રાજનીતિમાં એક નવો શક્તિશાળી મંચ ઊભો કરવાનો છે. આ જોડાણમાં ભારત અને ઈઝરાયલ ઉપરાંત ગ્રીસ, સાયપ્રસ, આરબ દેશો અને આફ્રિકન રાષ્ટ્રોનો સમાવેશ થાય છે, જે સુરક્ષાથી લઈને વ્યાપાર સુધીના તમામ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે.

તૂર્કિયે અને ચીન માટે મોટો વ્યૂહાત્મક ફટકો

આ ‘હેક્સાગન’ ગઠબંધન તૂર્કિયે માટે એક મોટો વ્યૂહાત્મક ફટકો સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ભૂમધ્ય સમુદ્રમાં તેલ અને ગેસના ભંડારો પર કબજો જમાવવા મથતા તૂર્કિયેને રોકવા માટે ગ્રીસ અને સાયપ્રસનું આ ગઠબંધનમાં હોવું અત્યંત નિર્ણાયક છે. તૂર્કિયેના પ્રમુખ એર્દોગન દ્વારા કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદનો અને ઈઝરાયલને અપાતી ધમકીઓનો જવાબ આપવા માટે ભારત-ઈઝરાયલ હવે તૂર્કિયેના કટ્ટર દુશ્મનો સાથે હાથ મિલાવી રહ્યા છે. વધુમાં, ભારતથી શરુ થઈને યુરોપ સુધી જતો નવો વ્યાપારિક માર્ગ તૂર્કિયેને બાયપાસ કરી દેશે, જેનાથી તેને અબજો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે.

વૈશ્વિક મહાસત્તા તરફ ભારતનું ડગલું

ભારત માટે આ ગઠબંધન વૈશ્વિક સ્તરે મહાસત્તા બનવાની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે. આ ભાગીદારીથી ભારતને મિડલ ઈસ્ટ અને યુરોપ સુધીનો સુરક્ષિત માર્ગ મળશે, જે ચીનના ‘વન બેલ્ટ વન રોડ’ પ્લાનને પણ નિષ્ફળ બનાવી શકે છે. નેતન્યાહૂનું માનવું છે કે આ ગઠબંધન માત્ર ઈરાન કે અન્ય કટ્ટરપંથી દેશોને સંતુલિત જ નહીં કરે, પરંતુ દુનિયામાં શાંતિ અને સ્થિરતા પણ લાવશે. રાજદ્વારી નિષ્ણાતો તેને અમેરિકા વગરના ‘નવા નાટો’ તરીકે જોઈ રહ્યા છે, જ્યાં સભ્ય દેશો પોતાની સુરક્ષા અને વ્યાપારિક હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ હશે.

આ પણ વાંચો: ઈરાનની રશિયા સાથે સિક્રેટ ડીલ, યુદ્ધની આશંકા વચ્ચે અમેરિકા-ઈઝરાયલનું ટેન્શન વધ્યું

‘હેક્સાગન’ના 6 મહત્ત્વના પાસાઓ:

– ભારત: ગઠબંધનનો સૌથી મોટો અને મજબૂત ચહેરો.

– ઈઝરાયલ: આ આખા નેટવર્કનું કેન્દ્રબિંદુ.

– ગ્રીસ અને સાયપ્રસ: ભૂમધ્ય સમુદ્રમાં વ્યૂહાત્મક પકડ માટે.

– આરબ દેશો: આર્થિક વિકાસ અને શાંતિ માટે.

– આફ્રિકન દેશો: ભવિષ્યની જરૂરિયાતો માટે.

– એશિયાઈ દેશો: ચીનના પ્રભાવને રોકવા માટે.


PM મોદીના ઈઝરાયલ પ્રવાસ પહેલા નેતન્યાહૂનો માસ્ટર પ્લાન! ફફડી ઉઠ્યું પાકિસ્તાનનું મિત્ર તૂર્કિયે 2 - image



Source link

Related Articles

Back to top button