मनोरंजन

હૃતિકની કાબિલ ટુની સ્ક્રિપ્ટ તૈયાર, સ્ટારકાસ્ટ અંગે ફોડ ના પાડયો | Hrithik’s Kaabil 2 script ready no star cast revealed



– આ ફિલ્મ પાર્ટ-1 કરતાં વધુ ખતરનાક હશે : ડાયરેકટર સંજય ગુપ્તા

મુંબઇ : ૨૦૧૭માં રિલીઝ થયેલી હૃતિક રોશનની કાબિલનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં હૃતિક રોશન અને યામી ગૌતમ મુખ્ય રોલમાં જોવા મળ્યા હતા. જેમાં અભિનેતાએ એક પ્રજ્ઞાાચક્ષુની ભૂમિકા ભજવી હતી. હવે આ ફિલ્મના બીજા ભાગની તૈયારી થઇ રહી હોવાનું  ડાયરેકટર સંજય ગુપ્તાએ કન્ફર્મ કર્યુ છે. 

સંજય ગુપ્તાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એક દિગ્દર્શક અને લેખક તરીકે હું કાબિલ ટુ માટે તૈયાર છું. રોશન પરિવાર તરફથી શરૂઆત કરવાની રાહ જોઇ રહ્યું છે. યોગ્ય સમયે અમે આ ફિલ્મ બનાવવાની શરૂઆત કરી દેશું. કાબિલ ટુ મૂળ ફિલ્મ કરતાં વધુ ખતરનાક હશે એટલું જ હાલ હું કહી શકું એમ છે. કાબિલ ફિલ્મમાં યામી ગૌતમ અને હૃતિકની જોડી જોવા મળી હતી. જોકે કાબિલ ટુ માટે હજી સુધી સ્ટારકાસ્ટની માહિતી આપવામાં આવી નથી.મૂળ ફિલ્મમાં રોનિત અને રોહિત રોય બન્નેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 



Source link

Related Articles

Back to top button