કોમનવેલ્થના નામે કરોડોના આયોજન, અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ સહિત અનેક કોમ્પલેકસને ધૂળ ચઢી | Planning worth crores in the name of the Commonwealth

![]()
અમદાવાદ,શનિવાર,21 ફેબ્રુ,2026
વર્ષ-૨૦૩૦માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે.જેના
નામે કરોડો રૃપિયાના આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવ્યા છે.જયારે
શહેરની મધ્યમમા આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ સહિત અનેક કોમ્પલેકસને ચડેલી ધૂળ દુર
કરવામા શાસકપક્ષને કોઈ રસ નથી. મ્યુનિસિપલ શાળાઓમા અભ્યાસ કરતા બાળકોને પણ
કોર્પોરેશન સંચાલિત સ્પોટર્સ ફેસીલીટીનો લાભ
વિનામૂલ્યે પણ અપાતો નથી.
રુપિયા ૭૩૧ કરોડથી પણ વધુ રકમના ખર્ચથી નારણપુરા સ્પોર્ટસ
કોમ્પલેકસ બનાવવામા આવ્યુ છે. દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીએ બજેટ બેઠક
દરમિયાન આક્ષેપ કરતા કહયુ હતુ કે,
આ સ્પોર્ટસ કોમ્પલેકસ સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાતને સોંપી દેવામા આવ્યુ
છે.જયારે કોમ્પલેકસની સફાઈ અને હાઉસકીપીંગનો ખર્ચ કોર્પોરેશન ઉપાડી રહયુ
છે.શહેરીજનોને હજી સુધી આ સ્પોર્ટસ કોમ્પલેકસનો ઉપયોગ કરવા તક પણ મળી નથી.
ઈન્કમટેકસ વિસ્તારમાં શહેરનુ જુનુ સરદાર પટેલ સ્ટેડિયમ જર્જરીત હાલતમા છે. શાસકો
કોમનવેલ્થ ગેમ્સ રમાડવા માટે આ જર્જરીત સ્ટેડિયમના રીનોવેશન અંગે કોઈ વિચારણા કરતા
નથી એ નવાઈ પમાડે તેવી બાબત છે.નવરંગપુરામા વર્ષ-૨૦૨૦મા અમદાવાદ સીટી ટેનિસ
ફાઉન્ડેશનને સરદાર પટેલ સ્ટેડિયમની બાજુમા આવેલા ૭૨૩૩ ચોરસમીટરના પ્લોટ આંતર
રાષ્ટ્રીય કક્ષાનુ ટેનિસ સ્ટેડિયમ બનાવવા આપવામા આવ્યો હતો.પાંચ વર્ષ પછી પણ ટેનિસ
સ્ટેડિયમ બનાવવા માટેના પ્લાન પણ મંજૂર કરવામા આવ્યા નથી.આ પ્રકારના નિષ્ફળ આયોજન
પહેલા ભાજપ પુરા કરે એ જરુરી છે.



