गुजरात

મંગલપાંડે રોડ પરના મોલના બીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત | Youth dies after falling from second floor of mall on Mangalpande Road



વડોદરા,મંગલ પાંડે રોડ પર અગોરા  મોલના બીજા માળેથી નીચે  પટકાયેલા યુવાનને ગંભીર ઇજા થતા મોત થયું છે. જે અંગે સમા  પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સાંજે અગોરા મોલના બીજા માળેથી નીચે  પટકાયેલા યુવકનું મોત થયું હતું. જે અંગે સમા  પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, મરનારનું નામ હિતેન્દ્ર બળવંતસિંહ પરમાર, ઉં.વ.૩૫ (રહે. નવીનગરી, સમા) હતું. પોલીસે સ્થળ પરના સીસીટીવી ચેક કરતા હિતેન્દ્ર બીજા માળેથી દીવાલ કૂદીને ભાગવાની કોશિશ કરતો જણાયો હતો. તેને પકડવા સિક્યુરિટી જવાનો પણ દોડયા હતા. સિક્યુરિટી જવાનોએ તેને કૂદતા અટકાવવા  પકડી રાખ્યો હોવાનું પણ  દેખાઇ રહ્યું છે.  પરંતુ, તે સિક્યુરિટી જવાનોના હાથમાંથી છટકીને નીચે  પટકાય છે.



Source link

Related Articles

Back to top button