गुजरात
લગ્નનું વચન આપીને યુવતીને તરછોડી દેતા યુવક સામે ફરિયાદ | Complaint filed against young man who abandoned girl after promising marriage

![]()
વડોદરા,અટલાદરા વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નનું વચન આપી અવારનવાર શરીર સંબંધ બાંધી તરછોડી દેનાર આરોપી સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
અટલાદરા વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષની યુવતીને છેલ્લા પાંચ વર્ષથી હાર્દિક મનિષભાઇ સથારીયા (રહે. પાર્થભૂમિ, જ્યુપિટર ચાર રસ્તા પાસે, માંજલપુર) સાથે સંબંધ હતો. હાર્દિકે લગ્નનું વચન આપીને યુવતીને પોતાના ઘરે તથા સુશેન સર્કલ પાસે આવેલી રાધે હોટલમાં લઇ જઇને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ આરોપીએ લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

