राष्ट्रीय

ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’ | india and brazil trade deal signed pm modi Luiz Inácio Lula da Silva



India-Brazil Trade Deal: ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે (21 ફેબ્રુઆરી) એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ભારત-બ્રાઝીલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝીલના પ્રમુખ લુઇસ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની છે, જે બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી શકે છે.

‘મને પ્રમુખ લૂલાનું ભારતમાં સ્વાગત કરતા ખુબ ખુશી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા કહ્યું કે, મને પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા ખુબ ખુશી થઈ રહી છે. તેમના વિઝન અને પ્રેરણાદાયક નેતૃત્વથી ભારત-બ્રાઝિલના સંબંધોને લાંબા સમયથી લાભ મળ્યો છે. ગત કેટલાક વર્ષોમાં બંને નેતાઓ વચ્ચે કેટલીક મુલાકાતો થઈ છે અને દરેક વખતે ભારત પ્રત્યે પ્રમુખ લૂલાની ગાઢ મિત્રતા અને વિશ્વાસ સ્પષ્ટ રીતે અનુભવાયો છે. પ્રમુખ લૂલાનો આ પ્રવાસ ઐતિહાસિક ‘AI Impact Summit’ને પણ નવી ઉર્જા આપે છે અને બંને દેશોની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરે છે.’

‘વેપારને 20 બિલિયન ડોલરથી વધુ લઈ જવાનું લક્ષ્ય’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘બ્રાઝિલ લેટિન અમેરિકામાં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશો આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 20 બિલિયન ડોલરથી વધુ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. આપણો વેપાર ફક્ત એક આંકડો નથી; તે પરસ્પર વિશ્વાસનું પ્રતિબિંબ છે. પ્રમુખ લૂલા સાથે આવેલું મોટું વ્યાપારી પ્રતિનિધિમંડળ આ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.’

‘ટેકનોલોજી અને ગ્લોબલ સાઉથ પર ફોકસ’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘ટેકનોલોજી અને નવીનતામાં સહયોગ માત્ર ભારત અને બ્રાઝિલ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગ્લોબલ સાઉથ માટે મહત્ત્વપૂર્ણ છે. AI, ડિજિટલ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભાગીદારી વિકાસશીલ દેશોને નવી દિશા પણ પ્રદાન કરી શકે છે.



Source link

Related Articles

Back to top button