गुजरात

ધ્રાંગધ્રા યાર્ડના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવે ખેડૂતોને હાલાકી


– વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા ઉકેલાતી નથી

– જણસી વેચાણ માટે આવેલા ખેડૂતોએ ફોટા વાયરલ કરી સ્વચ્છતાની પોલ ખોલી

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ નિર્માણ પહેલા જ ભાજપ પ્રેરિત બોડી શાસન કરી રહી છે અને વર્તમાન સ્થિતિમાં પણ ભાજપ પ્રેરિત પેનલ હોવા છતાં અહીં સ્વછતાનો અભાવ જોવા મળી રહ્યો છે. 

માર્કેટિંગ યાર્ડના શૌચાલયોમાં સમયાંતરે સફાઈ નહીં થતી હોવાથી જણસીના વેચાણ માટે આવતા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જ્યારે આ અંગે અગાઉ પણ ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સ્વચ્છતાની માત્ર વાતો જ કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.



Source link

Related Articles

Back to top button