હોળી-ધૂળેટી તહેવાર નિમિત્તે એકસ્ટ્રા ૩૨૫ બસોનું સંચાલન કરાશે | Extra 325 buses will be operated on the occasion of Holi Dhuleti festival

![]()
વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા તા. ૨૭ ફેબ્રુઆરીથી તા.૩ માર્ચ દરમિયાન એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતેથી આ સમયગાળા દરમિયાન કુલ ૩૨૫ એસટી બસોનું સંચાલન કરાશે.
હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યભરમાં વતન જનાર મુસાફરોની સંખ્યા વધવા લાગી છે. તહેવારો દરમિયાન વધતી ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરમાં વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો છે.
વડોદરાથી દાહોદ, ઝાલોદ, ડાકોર, છોટાઉદેપુર, બારીયા અને ગોધરા તરફ જતાં મુસાફરો માટે વધારાની બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે તહેવારો દરમિયાન આ વિસ્તારોમાં ભારે મુસાફરી જોવા મળતી હોવાથી નિગમ દ્વારા આગોતરુ આયોજન હાથ ધરાયું છે.
રોજગાર અને અભ્યાસ માટે શહેરોમાં વસતા લોકો સરળતાથી પોતાના ગામ-વતનમાં પહોંચી પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે હેતુસર આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.



