राष्ट्रीय

‘પત્નીને મારી શકો, પણ હાડકાં ન તૂટવા જોઈએ’ માનવતાને શર્મસાર કરતો તાલિબાનનો નવો કાયદો | Taliban Law: Husbands Allowed to Beat Wives if No Bones Break 15 Day Jail for Fractures



Taliban New Law : અફઘાનિસ્તાનમાં તાનાશાહી કરી રહેલા તાલિબાની શાસન સ્ત્રીઓની પીડામાં વધારો કરતો ભયાનક કાયદો લાવ્યા છે. સ્ત્રીઓ વિરુદ્ધ હૈયું હચમચાવી દેતો નવો ફતવો લાગુ કરીને મહિલાઓની સુરક્ષાના તમામ નિયમોના ધજાગરા ઉડાવી દેવાયા છે. નવા ફતવા મુજબ તાલિબાનમાં પતિ પોતાની પત્નીને ત્યાં સુધી મારી શકે છે, જ્યાં સુધી તેનું હાંડકું ન તૂટી જાય. એટલે કે હાંડકુ ન તૂટે તો માર મારવો ખોટું નથી. રિપોર્ટ મુજબ, તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદજાદાના હસ્તાક્ષર સાથે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. તાલિબાની શાશક નવી જાતિ વ્યવસ્થાના નામે આ કાયદો લાવ્યા છે.

પત્નીનું હાડકું તૂટે તો પતિને માત્ર 15 દિવસની જેલ

અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓની જીવતેજીવ નર્ક સમાન સ્થિતિ ઉભી કરતા આ કાયદામાં કહેવાયું છે કે, જો કોઈ પતિ પત્નીને વધુ માર મારે અને તેની પત્નીના શરીર પરની ઈજા સ્પષ્ટ દેખાય કે હાંડકુ તૂટે તો તે ગુનો કહેવાય પણ તેમાં માત્ર 15 દિવસની જેલ થશે. ચોંકાવનારી વાત એ છે કે, જો મહિલા કોર્ટમાં તેણી પર થયેલી હિંસા સાબિત કરે તો જ તેના પતિને સજા થશે. જ્યારે મહિલા કોર્ટમાં આવે ત્યારે તેણી આખી ઢાંકેલી હોવી જોઈએ અને તેણીએ ન્યાયાધીશને પોતાની ઈજા દેખાડવાની રહેશે.

પતિની મંજૂરી વગર સંબંધીના ત્યાં જશે તો ત્રણ મહિનાની જેલ

કાયદાની વધુ વાત કરીએ તો જ્યારે મહિલા કોર્ટમાં આવે તો તેની સાથે પતિ અથવા તેના વાલી હોવા ફરજીયાત છે. બીજીતરફ જો કોઈ લગ્ન કરેલ મહિલા પતિની મંજૂરી વગર પોતાના સંબંધીના ત્યાં જાય તો તેને ત્રણ મહિનાની જેલ થવાનો કાયદો લવાયો છે.

આ પણ વાંચો : પતિ જો પત્નીનો જન્મ દિન ભૂલી જાયતો આ દેશમાં ૫ વર્ષ જેલની સજાની જોગવાઇ

શરતો મુજબ પત્નીને માર મારવાની મંજૂરી

કલમ-9માં અફઘાન સમાજ ચાર ભાગમાં વહેંચાયેલો છે, જેમાં ધાર્મિક વિદ્વાનો એટલે કે ઉલેમા, ઉચ્ચ વર્ગ એટલે કે અશરફ, મધ્યમ વર્ગ અને નીચલા વર્ગનો સમાવેશ થાય છે. નવી વ્યવસ્થા મુજબ હવે કોઈ ગુનો આચરશે તો તેણે આચરેલા ગુનાની ગંભીરતા ધ્યાને લેવામાં નહીં આવે, પરંતુ આરોપીની સામાજિક સ્થિતિ કેવી છે, તે મુજબ સજા નક્કી કરવામાં આવશે. એટલે કે કોઈ ગમે તેટલો મોટો ગુનો કરે, પરંતુ જો તેની સામાજિક સ્થિતિ સારી હશે તો તેને સજા ઓછી થશે.

સજામાં ધાર્મિક વિદ્વાનને રાહત, ગરીબોને આકરી સજા

નવા કાયદા મુજબ (1) જો કોઈ ઈસ્લામી ધાર્મિક વિદ્વાન ગુને કરશે તો તેને માત્ર સલાહ આપવામાં આવશે. (2) જો ગુનેગાર ઉચ્ચ જ્ઞાતિનો હશે તો તેને કોર્ટમાં બોલાવાશે અને સલાહ આપવામાં આવશે. (3) જો મધ્યવર્ગના વ્યક્તિએ કોઈ ગુનો આચર્યો હશે તો તેને જેલમાં ધકેલી દેવાશે. (4) જો નીચલા વર્ગનો વ્યક્ત ગુનો કરશે તો તેને જેલમાં પણ ધકેલાશે અને શારીરિક સજા પણ ફટકારવામાં આવશે.’

આ પણ વાંચો : ટ્રમ્પ ધમકીઓ આપતા રહ્યા અને ઈરાનને UNમાં મોટો હોદ્દો મળી ગયો, ઈઝરાયલ પણ અકળાયું



Source link

Related Articles

Back to top button