गुजरात

વલસાડમાં કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રકમાં કાર ઘુસી, એક જ પરિવારના 7 લોકોના કરૂણ મોત | Eco and truck accident in Kaprada Valsad



Valsad Accident: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. કપરાડા-નાનાપોંઢા હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે મહિલા અને પાંચ પુરુષના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

કપરાડામાં અકસ્માતમાં 7 લોકોના મોત

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો કપરાડા તાલુકાના આંબા જંગલ ગામના રહેવાસી હતા. તેઓ પોતાની ઈકો કારમાં સવાર થઈને કપરાડાથી નાનાપોંઢા તરફ જઈ રહ્યા હતા, આ દરમિયાન કુંભઘાટ નજીક ટ્રક સાથે તેમની ઈકો કારની જોરદાર ટક્કર થઈ હતી.

આ પણ વાંચો: નસવાડી: રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી, મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘર સુધી લઈ જવાઈ

અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો અને પોલીસની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મૃતકોની વિગત અને ઓળખ

અકસ્માતમાં જીવ ગુમાવનાર આંબાજંગલ ગામના વ્યક્તિઓની યાદી નીચે મુજબ છે:

કિશનભાઈ મહાદુભાઇ ગંગોડા (ઉંમર: 72 વર્ષ)

વિનોદભાઈ અનાજીભાઈ રાઉત (ઉંમર: 32 વર્ષ)

ગણેશભાઇ લાસ્યાભાઇ મિસાલ (ઉંમર: 33 વર્ષ)

નરેશભાઇ કિશનભાઈ પવાર (ઉંમર: 29 વર્ષ)

શિવરામભાઇ લાહનુંભાઇ

રમીલાબેન શિવરામભાઈ માંગી (ઉંમર: 31 વર્ષ)

અન્ય એક મૃતકની ઓળખ બાકી



Source link

Related Articles

Back to top button