गुजरात

વડોદરા-વાસદના 3 ટોલ પ્લાઝાએ લોકોએ 922.24 કરોડ ચૂકવ્યા, 1 વર્ષમાં વાહનચાલકો પાસેથી જંગી વસૂલાત | Vadodara Vasad Toll Plazas Collect ₹922 24 Crore in FY 2024 25 70% Rise in 5 Years


Vadodara-Vasad Toll Plazas: વડોદરા જિલ્લામાથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ એક્સપ્રેસ હાઈવેના બે ટોલ પ્લાઝા તેમજ વડોદરા પાસે વાસદ પાસેના ત્રીજા ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકોએ વર્ષ 2024-25ના નાણાંકીય વર્ષમાં કુલ  922.24 કરોડ રૂપિયાનો ટોલ ચૂકવ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં ટોલની આ રકમમાં ત્રણેય ટોલ પ્લાઝા પર 70 ટકા જેટલો જંગી વધારો થયો છે જો કે, વાહનચાલકોને સારા રસ્તાનો અહેસાસ ચોમાસા દરમિયાન થયો ન હતો.

કરજણનું ભરથાણા ટોલ પ્લાઝા ગુજરાતનું સૌથી વધુ ટોલ વસૂલતુ નાકુ

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા જિલ્લામાં નેશનલ હાઈવે 48 પરનું ભરથાણા ટોલનાકુ રાજ્યનું સૌથી વધુ કમાણી કરી આપતું ટોલ નાકુ બન્યું છે. આ ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી વર્ષ 2020-21માં 338.54 કરોડ રૂપિયા ટોલ પેટે ઉઘરાવ્યા હતા, જ્યારે વર્ષ 2024-25માં 472.50 કરોડ રૂપિયા જેટલી જંગી વસૂલાત કરી છે. તેવી જ રીતે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આસોજ પાસેના ટોલ પ્લાઝા પર પણ વાહનચાલકો દ્વારા ટોલની રકમ ચૂકવવામાં સતત વૃદ્ધી થતી જાય છે. આ ટોલ પ્લાઝા પર વર્ષ 2020-21માં 102 કરોડ રૂપિયાની ઊઘરાણી સામે વર્ષ 2024-25માં 164.53 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં એક કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી 24 કરોડ! પ્રજાના પૈસાનો ધૂમાડો

વડોદરાથી અમદાવાદ જવા માટે વધુ એક સુપર એક્સપ્રેસ હાઈવે પર વાસદ પાસેના ટોલ પ્લાઝાની આવકમાં પણ દર વર્ષે સતત વધારો થતો હોય છે. આ ટોલ પ્લાઝા પર વર્ષ 2020-21માં 124.51 કરોડ રૂપિયા ટોલ પેટે વસૂલાયા હતાં, જેમાં વધારો થતા વર્ષ 2024-25માં 285.21 કરોડ રૂપિયા રકમ થઈ છે. ટોલની આવકમાં સતત વધારા પાછળના કારણોમાં સૂત્રોએ જણાવ્યું હતું કે દર વર્ષે ટોલની રકમમાં થતો વધારો ઉપરાંત વાહનો પસાર થવાની સંખ્યા પણ આ ત્રણેય હાઇવે પર વધતી હોવાથી ટોલની રકમમાં વધારો થઈ રહ્યો છે.

વડોદરા-વાસદના 3 ટોલ પ્લાઝાએ લોકોએ 922.24 કરોડ ચૂકવ્યા, 1 વર્ષમાં વાહનચાલકો પાસેથી જંગી વસૂલાત 2 - image

કરોડોનો ટોલ ટેક્સ આપવા છતાં વાહનો ટ્રાફિકજામ અને ખાડાઓમાં ફસાયા

વડોદરા જિલ્લામાં બે ટોલ પ્લાઝા તેમજ વાસદ પાસેના એક ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસેથી દર વર્ષે કરોડો રૂપિયાની રકમ ટોલ પેટે વસૂલવામાં આવતી હોવા છતાં ચોમાસા દરમિયાન વાહન ચાલકોને સતત હેરાન પરેશાન થવું પડયું હતું.

નેશનલ હાઈવે 48 પર અનેક ખાડાઓના કારણે વાહન ચાલકોને સમયસર જ્યાં જવું હોય ત્યાં પહોંચી શકાયું ન હતું એટલું જ નહી પરંતુ વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઉપરાંત વડોદરા નજીક જાંબુઓ, પોર તેમજ બામણગામ પાસે લાંબો ટ્રાફિક જામ થતો હતો. વડોદરાના છેડે વાઘોડિયા, આજવા, દેણા, દુમાડ, જાંબુવા, તરસાલી ચોકડી પરને બ્રિજ પર પણ મોટો ખાડા પડી ગયા હતાં.



Source link

Related Articles

Back to top button