दुनिया

ઇરાન પર અમેરિકાના હુમલાનો વધતો જતો ખોફ, મીડલ ઇસ્ટમાં મોટા ભડકાના એંધાણ | Growing fear of US attack on Iran fuel for major flare up in Middle East


ન્યૂયોર્ક,૧૯ ફેબુ્રઆરી,૨૦૨૬,ગુરુવાર 

ઇરાન અને અમેરિકાના વધતા જતા તણાવ વચ્ચે અમેરિકા ઇરાન પર ગમે તે ઘડીએ હુમલો કરે તેવા એંધાણ મળી રહયા છે. કેટલાક અહેવાલો અનુસાર મીડલ ઇસ્ટમાં ઇરાનને ઘેરવા માટે અમેરિકાએ બે દાયકા પછી વિશાળ સૈન્ય તૈયારીઓ કરી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર ઇરાને પરમાણુ વાતચીત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માંગને ફગાવી દીધી હતી. આથી જ તો અમેરિકા ઇરાન પર સૈન્ય કાર્યવાહી કરે તેવી શકયતા વધી ગઇ છે. જો કે વાઇટ હાઉસ તરફથી કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી પરંતુ અમેરિકાની તૈયારી પૂર્ણ કક્ષાના હુમલાની જણાય છે. 

પશ્ચિમી એશિયામાં અમેરિકા દ્વારા વાયુ અને નેવી સંસાધનોની ભારે ગોઠવણ થઇ રહી છે. પશ્ચિમ એશિયામાં વિશાળ સૈન્ય રસાલો જોતા ઇરાન પર બોંબમારાથી શરુઆત થશે જે લાંબા સમય સુધી ચાલી શકે છે. એક રિપોર્ટ અનુસાર ૨૪ કલાકમાં અમેરિકાએ ૫૦ જેટલા વધારાના એફ -૩૫ ફાઇટર, એફ ૨૨ અને એફ  ૧૬ ફાઇટર પ્લેન તૈનાત કર્યા છે. વિમાન વાહક યુધ્ધપોત રવાના થયું છે અને કમાંડો ગતિવિધી જોતા મીડલ ઇસ્ટમાં કોઇ મોટા ભડકાના એંધાણની શકયતા છે.

પૂર્વ પેન્ટાગોન અધિકારીઓ માને છે કે આટલો સૈન્ય જમાવડો અને નેવી ફોર્મેશન લાંબા સમયથી જોવામાં આવ્યું નથી. ૧૫૦ થી વધુ સૈન્ય પરિવહન વિમાનોના માધ્યમથી હથિયાર અને ગોલા બારુદ પહોંચાડવામાં આવ્યા છે. કુલ મળીને અમેરિકા ઇરાન પર હુમલો કરે તેવી શકયતા ૯૦ ટકા જેટલી છે. રટ્રમ્પ ઇરાન પર સૈન્ય કાર્યવાહી માટે પોતાના પક્ષ અને વિપક્ષને લોજિક સમજાવી ચુકયા છે. આ ઉપરાંત તમામ વિકલ્પો અંગે સલાહકારો અને સહયોગીઓ સાથે મસલત કરી રહયા છે. 

ઇરાન પર અમેરિકાના હુમલાનો વધતો જતો  ખોફ,  મીડલ ઇસ્ટમાં મોટા ભડકાના એંધાણ 2 - image

ઇરાનના મિત્ર રશિયાએ બંને પક્ષોને સંયમની અપીલ કરી 

અમેરિકાની બરોબરી કરતા રશિયાએ બંને પક્ષોને સંયમથી વર્તવાની અપીલ કરી છે. રશિયા હંમેશા ઇરાનનું પક્ષધર રહયું છે  અગાઉ રશિયા અને ઇરાને સંયુકત નૌસેનિક અભ્યાસ કર્યો હતો. જો કે રશિયાએ આને વર્તમાન પરિસ્થિતિ સાથે સંબંધ નહી હોવાનો તથા તે અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ હોવાનું કહયું હતું. ક્રેમલિનના પ્રવકતા દિમિત્રી પેસ્કોવે નૌકા અભ્યાસને આગોતરો અને બંને પક્ષ તરફથી પહેલાથી સહમતીથી થયો હોવાની સ્પષ્ટતા કરી હતી. રશિયા ઇરાન સાથે પોતાના સંબંધો વિકસિત કરવાનું ચાલું રાખશે. પેસ્કોવે વિભિન્ન મુદ્વો પર રાજનીતિક સમાધાન કરવાની પ્રાથમિકતા આપવાની વકાલત કરી છે.



Source link

Related Articles

Back to top button