પતિ જો પત્નીનો જન્મ દિન ભૂલી જાયતો આ દેશમાં ૫ વર્ષ જેલની સજાની જોગવાઇ | In this country if a husband forgets his wife’s birthday sentenced to 5 years in prison

એપિયા,19 ફેબ્રુઆરી,2026,ગુરુવાર
આજકાલ વ્યસ્ત જીવનશૈલી અને તણાવના લીધે ઘણી વાર સ્વજનોનો જન્મ દિવસ કે વર્ષગાંઠ ભૂલાઇ જતો હોય છે પરંતુ પ્રશાંત મહાસાગરના પોલિનેશિયામાં સમોઆ એક એવો ટાપુ દેશ છે જયાં પતિ પત્નીનો જન્મ દિવસ ભૂલી જાયતો ગુનો ગણવામાં આવે છે. આ ગુના બદલ પત્ની પોતાના પતિ પર કાનુની કાર્યવાહી કરી શકે છે. પત્નીની ફરિયાદના આધારે પતિને લોકઅપમાં પુરી રાખવામાં આવે છે. વધુમાં વધુ ૫ વર્ષ જેલની સજા થઇ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જો પહેલીવાર ભૂલી જાયતો તેને ફરી આ ભૂલના થાય એવી ચેતવણી આપવામાં આવે છે જો બીજી વાર પત્નીનો જન્મ દિવસ યાદ રાખીને અભિનંદન ના આપે તો કાયદા મુજબ માફી મળતી નથી.
સમોઆ આમ તો એક અતિ સુંદર ટાપુ દેશ છે. જયાં નવા વર્ષનું સ્વાગત માટે હજારો લોકો એકઠા થાય છે પરંતુ આ નિયમ વિશે જાણીને પ્રવાસીઓને પણ નવાઇ લાગે છે. જો કે ટાપુ પર રહેતા સ્થાનિક લોકોને જ આ નિયમ લાગુ પડે છે.જો કે પત્ની પોલીસ ફરિયાદ નોંધાવે તો જ આ કાયદો પતિને લાગુ પડે છે, પતિ પરિવારજનોની હાજરીમાં ભૂલ કબુલી લે તો પત્ની માફ પણ કરી દે છે તેમ છતાં જન્મ દિવસ નહી ભૂલી જવાની તલવાર હંમેશા લટકતી રહે છે. સમોઆની સરકારે આ કાયદો વૈવાહિક સૂમેળ સ્થાપવા માટે સ્થાપિત કર્યો છે. આ કાયદાના પાલન માટે એક ખાસ ટાસ્ક ફોર્સ પણ તૈયાર કરવામાં આવી છે.

પત્નીઓને તેમના અધિકારો અને કાયદાથી વાકેફ કરવા માટે દેશ ભરમાં જાગૃતિ શિબિરો સ્થાપિત કરવામાં આવે છે. સમાઆ એક પોલિનેશિયન ટાપુ છે જે અમેરિકાના સમોઆ ટાપુ ભાગ કરતા ૬૪ કિમી દૂર પશ્ચિમ દિશામાં છે જેમાં સવાઇ અને ઉપોલોનો સમાવેશ થાય છે. સમોઆના ઘણા યુવાનો ન્યુઝીલેન્ડ,યુએસ અને અમેરિકન સમોઆ જઇ રહયા છે. વિદેશમાં રહેતા સમોવિયન નાગરિકો દ્વારા મોકલવામાં આવતા નાણા અને પ્રવાસન આવકનો મુખ્ય સ્ત્રોત છે.જળવાયુ પરિવર્તનના લીધે આ ટાપુ દેશના અસ્તિત્વ પર આજે નહી કાલે ખાલી કરવાનો ખતરો મંડાયેલો છે.


