ચીનમાં ટ્રાફિક પોલીસના સ્થાને એઆઇ રોબોટે પહેરી લીધી વર્દી | AI robot replaces traffic police in China wears uniform

બેઇજિંગ,19 ફેબ્રુઆરી,2026,ગુરુવાર
મોટા શહેરોમાં ટ્રાફિક એક એવી મોટી સમસ્યા છે જેનો ટકાઉ ઉકેલ જડતો નથી. પીક અપ અવરમાં વાહન વ્યહવાર વ્યવસ્થાપન ખૂબ મોટો પડકાર બની જાય છે. ચીનમાં ટ્રાફિકના નિયમોના પાલન અને વ્યવસ્થા માટે જાહેર રસ્તાઓ અને સર્કલ પર રોબોટ ે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ ઢબે સંભાળે છે.આ રોબોટ એઆઇ હાઇ ડેફિનિશન કેમરાથી સજજ છે. એઆઇ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને સાયકલ જેવા વાહનો અને પગપાળા રસ્તો ક્રોસ કરનારાને પારખીને ચેતવણી આપે છે. ટ્રાફિક પોલીસથી બચી પણ શકાય છે પરંતુ આ ટ્રાફિક રોબો કોપ કોઇની પણ લાગવગ ચલાવતો નથી. નિયમ ભંગ કરનારાને નિવાસસ્થાને દંડ પત્ર પાઠવી દે છે.

હાલમાં રોબોટનું ફોકસ ટ્રાફિક ગાઇડેંસ અને બિહેવિયરલ રિમાઇન્ડર્સ પર દોરાયેલું છે. ચીન ટેકનોલોજીમાં કેટલું આગળ વધી ગયું છે તેની સાબીતી અનહુઆઇ પ્રાંતના વુહુ શહેરના રસ્તાઓ આપે છે. હ્મુમનોઇડ રોબોટ સાયકલ ચાલકોને નોન મોટરાઇઝડ લેનમાં ચાલવાનું માર્ગદર્શન આપે છે.આ પોલીસ યૂનિફોર્મ, રિફલેકટિવ જેકેટ અને સફેદ ટોપી પહેરીને સજજ રહે છે એટલું જ નહી રોબોટનો બેજ નંબર પણ આપવામાં આવે છે. ઇન્ટેલિજન્ટ પોલીસ યુનિટ ૨૦૦૧ જેમને દૂરથી જોતા માણસ જેવા જ લાગે છે. મેટેલિક ચમક અને ફયુચ્યુરિસ્ટિક અંદાજ આમને લોકલ સેલિબ્રેટી બનાવે છે.

રિપોર્ટ અનુસાર રોબોટ કમાંડ મળે કે તરત જ એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી પહોંચી જાય છે. આ રોબોટ ૨૪ કલાક કામ કરે છે અને કમાંડ મળે ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. તેના ફીચર્સમાં ગેર કાયદેસર પાર્કિગ અને રિયલ ટાઇમ ચોકસાઇ રાખે છે. ચીને ગત વર્ષથી પોતાના કેટલાક શહેરોમાં રોબોટિક પોલીસ ભરતી કરવાની શરુઆત કરી હતી. ગત જૂનમાં સિચ્યુઆન પ્રાંતના ચેંગડુ શહેરમાં ચાર પૈડાવાળા રોબોટ, પૈડાવાળા રોબોટ અને હ્વુમનોઇડ રોબોટ સાથે પોલીસ અધિકારીઓની એક ટીમ ગોઠવી હતી.

આવી જ રીતે ડિસેમ્બર મહિનામાં ઝેઝયાંગ પ્રાંતના હેંગઝાઉમાં એક એઆઇથી સજજ ટ્રાફિક પોલિસિંગ રોબોટને ડયૂટી પર લગાવ્યો હતો.સ્ટેટ કાઉન્સિલના ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર ચીનના એઆઇ ઉધોગનું માર્કેટ ૨૦૩૦માં ૪૦૦ બિલિયન યુઆન એટલે કે લગભગ ૫૭.૧ બિલિયન યુએસ ડોલર અને ૨૦૩૫ સુધીમાં ૧ ટ્રિલિયન યુઆન કરતા પણ વધારે થવાનું અનુમાન છે. રોબોટ બનાવતી કંપનીઓ લેબ પર પરીક્ષણો કર્યા પછી રોબોટ માનવીઓનું જીવન વધુ સૂખ સગવડભર્યુ બનાવે તે માટે અસલી દુનિયામાં લાવવો જરુરી છે.


