राष्ट्रीय

પરિવારની ભૂલથી 15 લાખના ઘરેણાં ભંગારમાં જતા રહ્યા, ‘ખાન સાહબ’ ની ઈમાનદારીથી 6 મહિને પાછા મળ્યાં | faridabad scrap dealer returns 100g lost gold family stunned by his honesty



Scrap Dealer Returns Gold: આજના જમાનામાં લોકો પૈસા માટે શું શું નથી કરતાં, નીતિ અને ઈમાનદારી નામની વસ્તુ જ અનેક લોકોના જીવનમાંથી પાટિયામાં લખેલા એકડાની માફક ભૂંસાઈ ગઈ છે. ત્યારે હરિયાણાના ફરીદાબાદમાં એવો કિસ્સો સામે આવ્યો છે જેને માણસાઈ અને ઈમાનદારીનો દીવો ઝગમગાવી દીધો છે. એક કબાડી વેપારીએ ભૂલીથી ભંગારમાં આવેલું 100 ગ્રામ સોનું જે તે પરિવારને પરત કરી દીધું છે. 

ચોરીના ડરથી પરિવારે જૂના ડબ્બામાં છુપાવ્યું સોનું

ઘટનાની શરૂઆત ગયા જાન્યુઆરી મહિનામાં થઈ હતી, જ્યારે ફરીદાબાદમાં રહેવાવાળો અશોક શર્મા તેના પરિવાર સાથે કુંભ મેળામાં ડૂબકી મારવા માટે ગયો હતો. ઘર સૂનું હતું એટલા માટે ચોરીના ડરથી તેને એક અનોખો કીમિયો અપનાવ્યો, અને ઘરનો તમામ કિંમતી સામાન(સોનું લગભગ 10 તોલા)એક જૂના ડબ્બામાં બંધ કરી તેને કબાડમાં છુપાવી દીધું. કેમ કે ચોરની નજર તેના પર પડે નહીં.

દિવાળીએ એ જૂનો ડબ્બો કબાડી વેપારીને આપી દીધો

સમય વિતતો ગયો પરિવાર તે ડબ્બામાંથી સોનું કાઢવાનું જ ભૂલી ગયો, દિવાળીનો મોકો આવ્યો તો ઘરની સાફ સફાઇ થઈ અને અજાણતાથી કબાડ સમજીને રાખેલો એ જૂનો ડબ્બો ખાન સાહેબ નામના કબાડી વેપારીને વેચી માર્યો, અશોક શર્મા અને પરિવારને ત્યારે ભૂલ સમજાઈ જ્યારે દિવાળીના પૂજન સમયે તેમણે ઘરેણાંની તપાસ શરૂ કરી. પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે જે ઘરેણાંને તેમણે ચોરથી બચાવવા જૂના ડબ્બામાં સંતાડયું હતું તે ડબો સગા હાથે જ કબાડી વેપારીને વેચી નાખ્યો હતો. 

ચાર મહિના બાદ ખબર પડી કે સોનું તો જૂના ડબ્બામાં હતું

લગભગ ચાર મહિનાનો સમય વીતી ગયો પરિવાર આશા ખોઈ બેઠો હતો કે હવે સોનું હાથ લાગશે. તેવામાં કબાડી વેપારી ખાન સાહેબે દરિયાદિલી દેખાડી, પરિવારની રજૂઆત બાદ કબાડના ઢગલામાંથી એ જૂનો ડબ્બો શોધી કાઢ્યો જેમાં સોનું હતું. ખાન સાહેબે પોલીસ અને પરિવાર બંનેને સોનું મળી ગયાની સૂચના આપી, બાદમાં સ્થાનિક ACPની હાજરીમાં અંદાજિત 15 લાખનું સોનું અશોક શર્મા અને તેના પરિવારને સુપરત કર્યું. 

આ પણ વાંચો: ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જમીનનો આખો ઝોન બદલવો પડ્યો

નીતિથી ચાલનારા લોકો માટે પૈસા તુચ્છ છે!

ઈમાનદારીનો કોઈ ધર્મ નથી હોતો તે ખાન સાહેબે આ ઘટના પરથી સાબિત કરી દીધું છે. કહેવાય છે ને નિતીથી રળેલો રોટલો દુનિયાના હજારો પકવાનથી શ્રેષ્ઠ છે. હાલના સમયમાં ચોરી, લૂટફાટ અને છેતરપિંડીના બનાવો ખૂબ જ વધી ગયા છે તેવામાં આ કિસ્સો ચાંદ પર લાગેલા દાગ નહીં પણ ચમકતી રોશની જેવો છે. પોલીસે પણ કબાડી વેપારીના ભારોભાર વખાણ કરી સમાજ માટે દાખલારૂપ પ્રેરણા હોવાની વાત કરી વેપારીની પીઠ થાબડી છે.



Source link

Related Articles

Back to top button