गुजरात

GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | gsssb cce recruitment 2026 vacancy increased update


Combined Competitive Examination : ગુજરાતમાં સરકારી નોકરીની આતુરતાથી રાહ જોઈ રહેલા અને દિવસ-રાત તૈયારી કરી રહેલા હજારો ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત CCE(Combined Competitive Examination)ની ચાલુ ભરતી પ્રક્રિયામાં જગ્યાઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી વધુ યુવાનોને રાજ્ય સેવામાં જોડાવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે.

કુલ જગ્યાઓ હવે 6,550 પર પહોંચી

તાજેતરમાં બહાર પાડવામાં આવેલા સુધારા મુજબ, CCEની વર્તમાન ભરતીમાં નવી 1,180 જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરવામાં આવેલી જગ્યાઓમાં આ નોંધપાત્ર વૃદ્ધિ થતાં હવે કુલ 6,550 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વધારાને પગલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને આશાનો સંચાર થયો છે.

GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ 2 - image

GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ 3 - image

પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ પણ લંબાવાઈ

ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ -3 (ગ્રૂપ A તથા ગ્રૂપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત 03/02/2026ના રોજ જાહેર કરવામાં આવી હતી તેમાં સરકારના વિવિધ વિભાગોના માંગ પત્રકને ધ્યાને રાખીને 5370 જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી. જો કે હવે તેમાં 1180 વધારાની જગ્યાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેથી હવે આ ભરતી કુલ 6550 પદ પર કરવામાં આવશે. 

આ ઉપરાંત ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ 20/02/2026 હતી તે પણ વધારીને 02/03/2026 કરવામાં આવી છે. બાકીના તમામ નિયમો અને શરતો યથાવત્ રહેશે પરંતુ માત્ર ભરવા પાત્ર જગ્યા અને અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. 



Source link

Related Articles

Back to top button