दुनिया

‘નેપાળ ફરી ભડકે બળશે..’ PM સુશીલા કાર્કીએ દેશમાં બળવા અંગે જાહેર કરી ચેતવણી | Nepal Political Tensions Rise: PM Karki Cautions of Possible Internal Revolt



Nepal Politics: પાંચમી માર્ચે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા નેપાળમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. નેપાળના વચગાળાના વડાંપ્રધાન સુશીલા કાર્કીએ રાષ્ટ્રીય લોકશાહી દિવસ (ડેમોક્રેસી ડે)ના અવસરે દેશને સંબોધતા એક અત્યંત ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘જો યુવાનોના આક્રોશને સમયસર ઠારવામાં નહીં આવે, તો દેશ ફરી એકવાર ભીષણ આંતરિક બળવા તરફ ધકેલાઈ શકે છે.’

લોકશાહી દિવસ પર PM નો આકરો તેવર

અહેવાલો અનુસાર, 76મા લોકશાહી દિવસની ઉજવણી દરમિયાન નેપાળ આર્મી પેવેલિયન ખાતેથી વડાંપ્રધાન સુશીલા કાર્કીએ ભ્રષ્ટાચાર અને સુશાસન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ‘લોકશાહી ત્યારે જ સાર્થક છે જ્યારે તે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે અને જવાબદારી સુનિશ્ચિત કરે.’

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં Gen Zના નેતૃત્વ હેઠળના દેખાવનો ઉલ્લેખ કરતા સુશીલા કાર્કીએ જણાવ્યું હતું કે, ‘આ આંદોલનનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને ભેદભાવનો અંત લાવવાનો હતો. તે આંદોલન સુશાસન અને સમાન ન્યાય ઇચ્છતું હતું. સરકારે માત્ર ઉદારતાથી જ નહીં, પણ નમ્રતા અને કર્તવ્યની ઊંડી ભાવનાથી પણ પ્રતિક્રિયા આપવી જોઈએ.’

આ પણ વાંચો: ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રની એન્ટ્રી 

એક તરફ સરકાર ચૂંટણીની તૈયારી કરી રહી છે, ત્યારે બીજી તરફ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રએ રાજાશાહી પરત લાવવાની માંગ કરીને નવો વિવાદ છેડ્યો છે. તેમણે દાવો કર્યો કે રાષ્ટ્રીય સંકટનો ઉકેલ લાવ્યા વિના ચૂંટણી યોજવી એ વધુ મોટા સંઘર્ષને આમંત્રણ આપવા સમાન છે.

5 માર્ચની ચૂંટણી પર સંકટના વાદળો?

નેપાળમાં રાજાશાહી તરફી જૂથો સતત સક્રિય થઈ રહ્યા છે. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રના નિવેદનને આગામી ચૂંટણીઓમાં અવરોધ ઊભો કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાંપ્રધાન સુશીલા કાર્કીની ચેતવણી અને પૂર્વ રાજાનો રાજાશાહી માટેનો આગ્રહ દર્શાવે છે કે આગામી દિવસો નેપાળ માટે અત્યંત નાજુક સાબિત થઈ શકે છે.



Source link

Related Articles

Back to top button