દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor seized on Delhi Mumbai Expressway

![]()
દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરુચથી વડોદરા તરફની ટ્રેક ઉપર દરાપુરા પાટોદ બ્રીજ નજીક ગઈ રાત્રે જિલ્લા એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાટલી મળી હતી કે GJ-08 પાસિંગ આઇસર ગાડીમાં દારૂનો જથ્થો ભરેલ છે અને આ આઇસર હાલમાં દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરુચથી વડોદરા તરફની ટ્રેક ઉપર આવી રહેલ છે.
જે બાતમી આધારે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરુચથી વડોદરા તરફની ટ્રેક ઉપર દરાપુરા પાટોદ બ્રીજથી આસરે 200 મીટર પહેલા ભરુચથી વડોદરા તરફની ટ્રેક ઉપરથી વીરારામ ચેનારામ જાટ રહે. ડેલા લાલજી કી ડુંગરી, તા. ચિતલવાના જી.સાચોર રાજસ્થાન મળ્યો હતો તેને સાથે રાખીને આઇસરમાં તપાસ કરતા દારુની કુલ પેટી નંગ- 335 જેમાં કુલ બોટલ નંગ- 8724 કુલ કિ.રૂા.41.49 લાખનો દારૂ મળ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તથા બે મોબાઇલ આઇસર મળી કુલ કી.રૂ. 51.61નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે પોલીસે આઇસરના ચાલક, દારૂનો જથ્થો ભરેલ આઇસર આપવા આવનાર અજાણ્યો માણસ તેમજ જથ્થો ભરાવનાર બાબુલાલ દીપારામ ચૌધરી (જાટ) રહે, ડેલા ડુંગરી તા.ચીત્તલવાના જી.સાચોર, રાજસ્થાન તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



