मनोरंजन

આલિયા ભટ્ટ 79મા બાફટા એવોર્ડ સમારોહની પ્રેઝન્ટર બનશે | Alia Bhatt to present 79th BAFTA Awards ceremony



– બ્રિટિશ એકેડમી દ્વારા જાહેરાત કરાઈ 

– સિલિયન મર્ફી, મોનિકા બેલુચી સહિતની હસ્તીઓ સાથે એવોર્ડ પ્રેઝન્ટ કરશે  

મુંબઈ : આલિયા ભટ્ટ આ વખતે ૭૯મા  બાફટા એવોર્ડ સમારોહની પ્રેઝન્ટર બનશે. બ્રિટિશ  એકેડમીએ એક પ્રેઝન્ટર તરીકે આલિયાના નામની જાહેરાત કરી છે. 

બાફટા દ્વારા કરવામાં આવેલી જાહેરાતને આલિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી અને ચાહકોને પ્રેઝન્ટર્સની યાદીમાં પોતાનું નામ તપાસવા જણાવ્યું હતું. 

આલિયા સિલિયન મર્ફી, મોનિકા બેલુચી, બ્રિયાન ક્રેન્સ્ટન અને ગ્લેમ ક્લોઝ સહિતની હસ્તીઓની સાથે આ એવોર્ડ પ્રેઝન્ટ કરશે. 

ભારતમાંથી ભૂતકાળમાં દીપિકા પદુકોણ તથા પ્રિયંકા ચોપરા આ એવોર્ડમાં પ્રેઝન્ટર રહી ચૂૂક્યાં છે. આ વખતે આ એવોર્ડ સમારોહમાં ચિલ્ડ્રન ફિલ્મની કેટેગરીમાં મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ પણ હોડમાં છે. 



Source link

Related Articles

Back to top button