दुनिया

ઇરાન પર હુમલાની તૈયારી ટ્રમ્પે 150 કાર્ગો વિમાનોમાં વિનાશક બોમ્બ મોકલ્યા | Trump sends 150 cargo planes loaded with devastating bombs to prepare for attack on Iran



– અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થવાની તૈયારીમાં

– અમારી તરફ આવી રહેલા અમેરિકાના યુદ્ધ જહાજોને સમુદ્રમાં જ દફન કરી દેવાની તાકાત છે : ખામેનેઇની ટ્રમ્પને ધમકી

– ટ્રમ્પે એફ-35, એફ-22 અને એફ-16 જેવા વિનાશક 50 યુદ્ધ વિમાનો રવાના કર્યા, વિમાન વાહક જહાજ ઓમાન નજીક પહોંચ્યું

– અમેરિકા સાથે ઘર્ષણ વચ્ચે ઇરાનના સૈન્ય મથકો પાસે વિસ્ફોટથી તંગદિલી વધી

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સામે બીજું  પ્રચંડ વિમાન વાહક જહાજ અને તેના સાથી જહાજો ઈરાન સામે મોકલવાનો નિર્ણય લેતાં ખામેઇની ધૂંધવાઈ ગયા છે, અમેરિકાએ છેલ્લા ૨૪ કલાકમાં ૫૦થી વધુ આધુનિક યુદ્ધ વિમાનો તૈનાત કરી દીધાં છે. જેમાં એફ-૨૨, એફ-૩૫, અને એફ-૧૬ જેવા ઘાતક વિમાનો સામેલ છે. સાથે આકાશમાં જ ઈંધણ ભરી શકે તેવાં કેટલાએ ટેન્કરો પણ મોકલ્યાં છે જે લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધની પૂર્વ તૈયારી દર્શાવે છે. એટલુ જ નહીં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો સાથે ૧૫૦ કાર્ગો વિમાન પણ રવાના કર્યા છે. 

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે તેઓ કેટલાંએ આધુનિક યુદ્ધ જહાજો મધ્ય પૂર્વમાં મોકલી રહ્યાં છે. આશ્ચર્ય તો તે વાતનું છે કે એક તરફ મંત્રણાની વાતચીત ચાલે છે, બીજી તરફ યુદ્ધની તડામાર તૈયારીઓ ચાલે છે. ઈરાને પણ હોર્મુઝ-સ્ટ્રેઈટમાં તેનું શક્તિ પ્રદર્શન કર્યું છે. ઈરાનના સર્વેસર્વા ખામેનેઈએ સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં પ્રમુખ ટ્રમ્પનાં દાવાનો જવાબ આપતા લખ્યું હતું કે ‘અમેરિકાના પ્રમુખ વારંવાર કહે છે કે તેમણે ઈરાન તરફ યુદ્ધ જહાજો મોકલ્યાં છે. યુદ્ધ જહાજો ખતરનાક શસ્ત્રો છે. પરંતુ તે યુદ્ધ જહાજોથી પણ ઘણાં પ્રબળ શસ્ત્રો છે જે તેને સમુદ્રનાં તળીયે પહોંચાડી શકે તેમ છે.’

આ સાથે તે પોસ્ટ ઉપર એક ‘નાટકીય’ રચના કરી, ખામેનેઈએ અમેરિકાનાં પ્રચંડ વિમાન વાહક જહાજ ‘ગોરાલ્ડ આર. ફાર્ડે’ને ડૂબતું દર્શાવ્યું હતું. ટૂંકમાં આવી કાર્યવાહીઓ ઈરાનની મજબૂત સંરક્ષણ ક્ષમતા અને જવાબી કાર્યવાહીની તૈયારીઓ રેખાંકિત કરે છે. એક તરફ ઓમાનની મધ્યસ્થતાને લીધે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે જીનીવામાં રાજદ્વારી માર્ગ શોધવા મંત્રણા ચાલી રહી છે. અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ કહે છે કે મંત્રણામાં પ્રગતિ થઈ રહી છે, ત્યાં બીજી તરફ ઈરાન કોઈ પણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા તૈયારીઓ કરી રહ્યું છે. ટૂંકમાં મધ્યપૂર્વમાં મહાયુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. અમેરિકાએ યુદ્ધ વિમાન વાહક જંગી જહાજને રવાના કર્યું છે જે હાલ ઓમાન નજીક પહોંચ્યું હોવાની સેટેલાઇટ તસવીરો સામે આવી હતી.



Source link

Related Articles

Back to top button