શ્રદ્ધા કપૂરે ઈજા બાદ ઈથાનું નવું શૂટિંગ શિડયૂલ પૂર્ણ કર્યું | Shraddha Kapoor completes new shooting schedule of Ithaa after injury

![]()
– પુણેમાં અનેક લોકેશન્સ પર શૂટિંગ કરાયું
– અનેક દિવસોનું શૂટિંગ પૂર્ણ થતાં શ્રદ્ધા, રણદીપ સહિતના ક્રૂએ સેટ પર ઉજવણી કરી
મુંબઈ : શ્રદ્ધા કપૂરને તેની આગામી ફિલ્મ ‘ઈથા’નાં શૂટિંગ દરમિયાન ડાન્સ વખતે ઈજા થઈ હતી. જોકે, તેણે ત્વરિત સારવાર મેળવ્યા બાદ આરામ કર્યા વિના શૂટિંગ આગળ ધપાવ્યું હતું. હવે તેણે આ ફિલ્મ માટે પુણેમાં પણ એક લાંબું શિડયૂલ પૂર્ણ કર્યું છે.
શ્રદ્ધા, રણદીપ હૂડા સહિતની ટીમે પુણે શહેરનાં વિવિધ લોકેશન્સ પર અનેક સીન્સનું શૂટિંગ કર્યું હતું. આ શિડયૂલ પૂર્ણ થયું તેની સમગ્ર ટીમે ઉજવણી પણ કરી હતી. આ ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે ‘ઈથા’ વિખ્યાત મહારાષ્ટ્રીયન નૃત્યાંગના વિઠાબાઈ નારાયણગાંવકરની બાયોપિક છે. શ્રદ્ધા તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ‘છાવા’ના ડિરેક્ટર લક્ષ્મણ ઉત્તેકર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.



