गुजरात

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two thief arrested from makarpura and koyali



વડોદરાઃ વડોદરા પોલીસે ચોરીના ગુનાઓમાં વોન્ટેડ એવા જુદાજુદા બે આરોપીઓને ઝડપી પાડયા છે.પકડાયેલાઓમાં રીઢો ગુનેગાર ભરત પણ સામેલ છે.

વડોદરાના છાણી અને હરણી  પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ ભરત ઉર્ફે ભારત મોતીલાલ પંચાલ (ચીલાકોટા,લીમખેડા,દાહોદ) વાપીથી બસમાં વડોદરા આવી મકરપુરા ડેપો પર બેઠો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો.

પોલીસે કહ્યું છે કે,ભરત સામે હાલોલ, ગોધરા,દેવગઢ  બારીયા,ગાંધીનગર,જામ નગર,પાળીયાદ સહિતના સ્થળોએ અગાઉ ૨૩ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા.તે ચોરીના દાગીના સગેવગે પણ કરતો હતો.

આવી જ રીતે કોયલી ખાતેથી પોલીસે જયસિંગ ઉર્ફે રાણા શેરસિંગ બાવરી(ચિંતન નગર,દંતેશ્વર)ને ઝડપી પાડયો હતો.તેની સામે અગાઉ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં લૂંટનો કેસ હતો.જ્યારેમંજુસરમાં કારચોરી અને સાણંદમાં ઘરફોડ ચોરીના કેસમાં વોન્ટેડ હતો.



Source link

Related Articles

Back to top button