दुनिया

જેફ્રી એપસ્ટીન ફાઇલ્સમાં ઝોમ્બા ફલાવરનો ઉલ્લેખ, નશા માટે થતો હતો ઉપયોગ | Zomba Flower mentioned in Jeffrey Epstein files used for intoxication


ન્યૂયોર્ક,૧૮ ફેબુ્આરી,૨૦૨૬,બુધવાર 

અમેરિકાના બદનામ જેફ્રી એપસ્ટીન અંગે નીત નવા  ખુલાસા થઇ રહયા છે જેમાં એક એક નવું રહસ્ય નશીલા ફૂલનું બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફાઇલ્સમાં અપસ્ટીન એક શખ્સ સાથે પોતાની નર્સરીમાં એક ખતરનાક  નશીલા છોડ અંગે જાણકારી આપી રહયો છે. આ છોડને ઝોમ્બી ફલાવર કહેવામાં આવે છે. અમેરિકામાં બદનામ ફાઇનેંશન જેફ્રી એપસ્ટીન અંગે થઇ રહેલા ખુલાસામાં ઝોમ્બી ફલાવરનો પણ સમાવેશ થાય છે. આ ફૂલ કુદરતમાં જોવા મળતા મસ્તિષ્કને અસર કરતા શકિતશાળા પ્રભાવિત કરવાવાળા રસાયણોનું ઉત્પાદન કરે છે. આનો ઉપયોગ માણસના મગજને લગભગ શૂન્ય અવસ્થામાં પહોંચાડવા માટે થાય છે.

એક સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ફાઇલ્સમાં એપસ્ટીન કહે છે કે નર્સરીમાં મારા ટ્રમ્પેટ ફલાંટ અંગે ક્રિસને પુછો અને સ્કોપોલામીન નામના રસાયણ અંગે જાણકારી મેળવો, ઇ મેલ્સમાં ઝોમ્બી ફલાવરને ફ્રી વિલ ખતમ કરનારો પદાર્થ ગણવામાં આવ્યો છે. ત્યાર પછીના એ ક ઇમેલમાં પીડિતા અગે વાત કરવામાં આવી છે જેની ઉપર કોઇ ફૂલ છોડનો સંપર્ક થવાના લક્ષણો અંગે જણાવવામાં આવ્યું છે.  એક માહિતી મુજબ એપસ્ટીન ફાઇલ્સમાં જે પ્રકારના ઝોમ્બી ફલાવરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એક ઝેરી પ્રજાતિ માટે પ્રયોગ કરવામાં આવે છે. આમાં બુ્રગમેનસિયા જેને સામાન્ય રીતે એજેંલ્સ ટ્રમ્પેટ કહેવામાં આવે છે. બીજા ક્રમ ઝેરી ફલાવરને ડેટૂરા કહેવામાં આવે છે.

જેફ્રી એપસ્ટીન ફાઇલ્સમાં ઝોમ્બા ફલાવરનો ઉલ્લેખ, નશા માટે થતો હતો ઉપયોગ 2 - image

આ ફૂલ છોડનો ઉપયોગ સુશોભન માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. આ દેખાવમાં આકર્ષક હોય છે પરંતુ તેના તમામ ભાગ ઝેરી હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રોપેન એલ્કલોઇડ્સ નામનું પ્રાકૃતિક રસાયણ હોય છે જે મસ્તિષ્ત પર સીધી અસર કરે છે. અહેવાલ મુજબ સ્કોપોલામીનનો મુખ્ય ઉપયોગ ચિકિત્સા પધ્ધતિઓમાં થાય છે પરંતુ લોકો નશા માટે પણ પ્રયોગ કરે છે. ખૂબજ ઓછી માત્રામાં મોશન સિકનેસ અને સર્જરી પછી જીવ મુંઝાય ત્યારે ઇલાજ તરીકે પણ પ્રયોગ થાય છે. જે આનો વધારે પડતો  ઉપયોગ કરવામાં આવે તો નર્વસ સિસ્ટમને શિથિલ કરી નાખે છે. આની વિશેષતાના લીધે તેને ડેવિલ્સ બ્રીથ અને ઝોમ્બી ડ્રગ જેવા ડરામણા નામ આપવામાં આવ્યા છે.



Source link

Related Articles

Back to top button