પોલીસે પોતાની પોલ ન ખુલે તે માટે સ્પા રેકેટના મામલે ખાનગી સિક્યોરીટી એજન્સીના સંચાલક ગૌરવને મધ્યસ્થી બનાવ્યો! | AHTU took help of personal persons for set up masage scam issue of Vastarpur

અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયનો કારોબાર બેરોકટોક રીતે ચાલે છે. પરંતુ, ક્રાઇમબ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ માત્ર કહેવા પુરતા જ દરોડો પાડે છે. જ્યારે મસાજ પાર્લરમાં વિદેશી યુવતીઓથી માંડીને નોર્થ ઇસ્ટની યુવતીઓ પાસેથી મસાજની આડમાં સંચાલકો દ્વારા કોઇપણ ડર વિના કારોબાર ચલાવવામાં આવે છે.
અમદાવાદના વસ્ત્રાપુર માનસી સર્કલ પાસેના વૈભવ ટાવર સ્થિત ઝેન સ્પાનો વિડીયો વાયરલ થવાના મામલે પોલ ખુલ્લી પડતા પોલીસે આ મામલે કાર્યવાહી કરવાને બદલે મામલો દબાવવા માટે પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં ગૌરવ નામના ખાનગી વહીવટદારને દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવા માટે જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જીમ ચલાવવાની સાથે ખાનગી સિક્યોરીટી ચલાવતા ગૌરવ નામના શખ્સે સમગ્ર મામલો દબાવી દેવા માટે પોલીસ વતી વહીવટ શરૂ કર્યો છે. આ માટે તેણે સ્પાન અન્ય સંચાલકોની મદદ લઇને ઝેન સ્પાના મામલાને દબાવવી દેવા માટે હવાતિયા મારવાના શરૂ કરી દીધા છે. જેના કારણે પોલીસની શંકાસ્પદ ભૂમિકા વધુ એકવાર છતી થઇ છે. ત્યારે હાલ ઝેન સ્પાને થોડા દિવસ માટે બંધ કરાવીને મામલો દબાવવા પ્રયાસ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે ઝેન નામના સ્પા સેન્ટરનો વિડીયો વાયરલ થયો હતો.. જેમાં સ્પા માટે આવતા ગ્રાહકોને એકસ્ટ્રા સર્વિસ લેવી હોય તો જ મસાજ કરાવવા માટે મોકલતા હતા.. આ માટેનો રેટ રિસ્પેશન પર જ નક્કી કરવામાં આવતી હતી અને યુવતીઓને પણ સ્પાના સંચાલકને કમિશન આપવું હતુ.વિ્સ્તાર પ્રમાણે એક્સ્ટ્રા સર્વિસ સાથેનો દર પાંચ હજારથી સાત હજારનો હોય છે .જેમાં ગ્રાહકોને સ્થાનિક પોલીસથી માંડીને એજન્સીઓની કોઇ રેડ નહી પણ પડે તેની ખાતરી આપવામાં આવે છે.


