मनोरंजन

‘હું કલાકાર છું, રાજકારણ નહીં કરું…’, દિગ્ગજ ફિલ્મ સ્ટારે રાજનીતિમાંથી લીધો સંન્યાસ! | Bhojpuri Star Khesari Lal Yadav Declines BJP Join Rumors



Khesari Lal Yadav Politics Entry Rumors 2026 : ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર ખેસારી લાલ યાદવે રાજનીતિમાં આવવાની અટકળો મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ‘હું કલાકાર છું અને કલાકાર જ રહેવા માગુ છું. આ સાથે અક્ષરા સિંહ, પવન સિંહ, તેજ પ્રતાપ યાદવ અને બિહાર સરકારના મુદ્દે પણ ખુલીને વાત કરી છે. રાજનીતિ મારા બસની વાત નથી, ત્યાં જૂઠું બોલવું પડે છે અને હું સાચું બોલવા વાળો માણસ છું. હું કલાકાર છું, રાજકારણ નહીં કરું.’

મનોજ તિવારીના નિવેદન બાદ રિતેશ પાંડે દ્વારા જનસુરાજ છોડીને ભાજપમાં જોડાવવાની અટકળોબાદ આ ચર્ચા તેજ બની હતી કે, ખેસારી લાલ પણ ભાજપમાં જોડાઈ શકે છે. આ મામલે ખેસારીએ ચોખવટ કરી છે.

ખેસારી લાલે શું કહ્યું?

અક્ષરા સિંહ અને જ્યોતિ સિંહ સાથે જોડાયેલા પારિવારિક વિવાદ પર તેમણે કહ્યું કે, ‘આ તેમનો અંગત મામલો છે અને કોર્ટમાં હોવાથી આ મામલે કાંઈ બોલવા નથી ઈચ્છતો. એક દીકરીના પિતા હોવાને નાતે તેઓ ભાવુક થઈ જાય છે, પરંતુ બોલ્યા પછી વિવાદો ઊભા થાય છે.’

પવન સિંહ પર શું બોલ્યા ખેસારી?

પવન સિંહ અને વૈભવ સૂર્યવંશીને લઈને પૂછાયેલા સવાલ પર ખેસારીએ કહ્યું કે, ‘જે પણ ભોજપુર કે બિહાર-ઝારખંડનું નામ રોશન કરી રહ્યા છે, તો આપણા સૌનું ગૌરવ છે. આમ, પવન સિંહ હોય કે કોઈ અન્ય કલાકાર. બધાનું સન્માન થવું જોઈએ.’ 

આ પણ વાંચો: ‘કામ આપો, પૈસા તમારે આપવા હોય એટલા…’, જેલમાંથી બહાર આવતા જ રાજપાલ યાદવની ભાવુક અપીલ

તેજ પ્રતાપ યાદવને તેમના સ્ટારડમની યાદ અપાવી

તેજ પ્રતાપ યાદવના નિવેદન અંગે ખેસારીએ કહ્યું કે, ‘સ્ટારડમ કાયમી નથી. કોઈ આજે સ્ટાર છે, તો કોઈ કાલે બીજું કાંઈ હશે. આ કુદરતનો નિયમ છે.’ બિહારમાં નોનવેજના ખુલ્લા વેચાણ પર પ્રતિબંધ અને દારૂબંધીને લઈને તેમણે કહ્યું કે. ‘આ સરકારી બાબતો છે અને સરકારે તેની સમીક્ષા કરવી જોઈએ.’



Source link

Related Articles

Back to top button