दुनिया

ન્યૂયોર્ક રાજ્યનાં બૂન વિલેનાં ચર્ચમાં પ્રચંડ વિસ્ફોટ : પાંચને ભારે દાહ | Massive explosion at church in Boonville New York state: Five seriously injured



– બીજો ધડાકો થતાં બંબાવાળાનો કર્મચારી દિવાલ સાથે અથડાયો

– ચર્ચને અંદરથી ગરમ રાખવા પ્રોમેન ગેસનો ઉપયોગ કરાયો હતો તે પ્રોપેન ગેસ સીલીન્ડર પૈકી એક સીલીન્ડર ફાટતાં અકસ્માત સર્જાયો

ન્યૂયોર્ક : ન્યૂયોર્ક રાજ્યનાં બૂન વિલેમાં મંગળવારે સવારે એબન્ડન્ટ લાઇફ ચર્ચમાં ભારે વિસ્ફોટ થતાં પાંચ વ્યક્તિઓને ભારે દાહ થયા હતા તેમ જ ઇજાઓ પણ થઇ હતી. ચર્ચનાં મકાનને પણ ઘણું નુકસાન થયું હતું.

ન્યૂયોર્ક રાજ્યનાં સાયરેક્યુસ શહેરથી ૫૦ માઈલ ઉત્તર પૂર્વે રહેલાં આ ગામમાં મંગળવારે સવારે આશરે ૧૦.૩૦ વાગે આ ધડાકો થતાં આગ લાગી હતી અને ચર્ચમાંથી ધૂમાડાના ગોટા નીકળતા દૂર સૂધી દેખાતા હતા.

ચર્ચના અધિકારીઓએ કહ્યું હતું કે શીયાળાની ઋતુ હોવાથી ચર્ચને અંદરથી ગરમ રાખવા પ્રોપેન ગેસ સીલીન્ડરોનો ઉપયોગ કરાય છે તે સીલીન્ડર્સ પૈકી એક સીલીન્ડર ફાટતાં આ દુર્ઘટના બની હશે. જો કે અગ્નિ શામકો તુર્ત જ ધસી આવ્યાં હતાં અને આગને કાબુમાં લીધી હતી. જો કે તે ગેસની વાસ તે બિલ્ડીંગ તથા આસપાસમાં હજી પણ પ્રસરી રહી છે.

ન્યૂયોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યા પ્રમાણે કે ચર્ચને અંદરથી ગરમ રાખવા જ્યારે પ્રોપેન ગેસ ફર્નેસ સ્વીચ ઓન કરાઈ ત્યારે ૪ જણા ચર્ચના ભોંયરામાં હતા. દરમિયાન બંબાવાળાના કર્મચારીઓ આગ ઠારવા ચર્ચમાં પહોંચી તો ગયા. ત્યાં બીજો ધડાકો થયો તે એટલો જોરદાર હતો કે અમારા ખાતાનો એક માણસ દીવાલ સાથે અથડાયો.

આ ધડાકાને લીધે ઇજા પામેલાઓનાં ૪૩ વર્ષના પાદરી બ્રેન્ડન પીટસ અને બૂન્સ વિલે ફાયર ડીપાર્ટમેન્ટના ૪ કર્મચારીઓને પણ દાહ થયા હતા. આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે. પરંતુ પ્રાથમિક તપાસથી જ લાગે છે કે આ ધડાકો માત્ર આકસ્મિક જ હતો તે પાછળ કોઈ કાવતરૂં ન હતું.



Source link

Related Articles

Back to top button