गुजरात

ગુજરાત બજેટ 2026: મધ્યમવર્ગ હોસ્પિટલોમાં પાયમાલ થતા અટકાવવા ખાસ જોગવાઇ, જાણો આરોગ્ય વિભાગને શું મળ્યું? | gujarat budget 2026 pmjay ma yojna 10 lakh free treatment




Gujarat Budget 2026 : “પહેલું સુખ તે જાતે નર્યા” – આ કહેવતને સાર્થક કરતા ગુજરાત બજેટ 2026-27માં આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ફાળવણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વસ્થ ભારત’ના વિઝનને આગળ ધપાવતા, રાજ્ય સરકારે યોગથી લઈને અત્યાધુનિક સુપર-સ્પેશ્યાલિટી સારવાર સુધીની સુવિધાઓને વધુ સુલભ બનાવી છે.

આ બજેટની સૌથી મોટી જાહેરાત ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રક્ષણ કવચ સમાન છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય (PM-JAY) – મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) અંતર્ગત હવે રાજ્યના આશરે 2 કરોડ 72 લાખ લોકોને વાર્ષિક ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવાશે. આ યોજનાના સુચારુ અમલીકરણ માટે સરકારે ₹3,472 કરોડની માતબર જોગવાઈ કરી છે.

આરોગ્ય ક્ષેત્રે સરકારની આ પ્રતિબદ્ધતા માત્ર હોસ્પિટલોના નિર્માણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાન્ય માણસને મોંઘી સારવારના આર્થિક બોજમાંથી મુક્ત કરવાની છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સુદ્રઢીકરણ અને મફત સારવારની આ સુવિધાથી ગુજરાતના લાખો પરિવારોને ‘સાચી સુખ-સંપત્તિ’ એટલે કે તંદુરસ્તીની ભેટ મળશે.

G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1851 કરોડની જોગવાઇ.

આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹502 કરોડની જોગવાઇ.

અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹500 કરોડની જોગવાઇ.

સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા ₹200 કરોડની જોગવાઇ.

ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ₹186 કરોડની જોગવાઇ.

યુ.એન.મહેતા ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ₹167 કરોડની જોગવાઇ.

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્‍સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹153 કરોડની જોગવાઇ.

પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે ₹90 કરોડની જોગવાઇ.

છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા ₹60 કરોડની જોગવાઇ.

અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્‍સ્ટિટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજો તેમજ હોસ્ટેલ માટે ₹58 કરોડની જોગવાઇ.

નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે સ્ટાફ કવાટર્સનું બાંધકામ કરવા ₹53 કરોડની જોગવાઇ.

સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹41 કરોડની જોગવાઇ. 

જિલ્લા/પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની સ્થાપના માટે તબીબી ઉપકરણો વસાવવા ₹36 કરોડની જોગવાઇ.

અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે ₹35 કરોડની જોગવાઇ.

ટી.બી.ના દર્દીઓને “Ready to Eat Nutritious snacks” આપવા ₹30 કરોડની જોગવાઇ.

વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના 10 સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ₹૨૮ કરોડની જોગવાઇ.

જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે ₹26 કરોડની જોગવાઇ.

“હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ” યોજના માટે ₹22 કરોડની જોગવાઇ.

ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, સુરત માટે ₹17 કરોડની જોગવાઇ.

માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા 250 ખિલખિલાટ વાન ખરીદવા ₹16 કરોડની જોગવાઇ.

સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન.



Source link

Related Articles

Back to top button