गुजरात

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable youth living in Shankar Tekri area of ​​Jamnagar died after electric shock



Jamnagar : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો જયેશ વાલાભાઈ રાઠોડ નામનો યુવાન કે જે છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો, અને રખડતું ભટકતું જીવન જીવતો હતો.

 પોતાને કોઈ મારી નાખશે તેવી મગજમાં કેટલાક સમયથી બીક લાગતી હતી, જેના અનુસંધાને ગત 27-12-2025 ના સવારે 11.30 વાગ્યાના અરસામાં રબારી પાર્ક સામેની ખુલી જગ્યામાં આવેલા વિજ તંત્રના ઇલેક્ટ્રીક પોલ ઉપર ચડી જઇ ચાલૂ ઇલેક્ટ્રિક લાઈનમાં હાથ અડી જતાં તેને વીજ આંચકો લાગ્યો હતો, અને ઉપરથી નીચે પટકાઈ પડ્યો હતો.

 જેને શરીરના અનેક સ્થળે ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી, અને તેને સારવાર માટે સૌ પ્રથમ જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.

 આ બનાવ અંગે મૃતકના પરિવાર દ્વારા પોલીસને જાણ કરાતાં સિટી એ. ડિવિઝનના પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button