गुजरात
સમતા વિસ્તારમાં ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલક પકડાયો | car driver caught whi hit five two wheelers at samata

![]()
વડોદરાઃ શહેરના સમતા વિસ્તારમાં આજે બપોરે બેફામ કાર હંકારી ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલકને પોલીસે ઝડપી પાડયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે,સમતા વિસ્તારમાં રત્નમાલા કોમ્પ્લેક્સના સ્ટોર પાસે કેટલાક વાહનો પાર્ક કરાયા હતા.આ વખતે એક કાર પૂરઝડપે વાહનોમાં ઘૂસી ગઇ હતી.જેને કારણે પાંચ ટુવ્હીલરોને નુકસાન થયું હતું.
બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી નમન પ્રતીકભાઇ દારાદ(નોકરી-રહે. ધ રેસિડેન્સી, સેવાસી રોડ,રેડ પેટર્ન લોન્સસામે)ની ધરપકડ કરી હતી.


