दुनिया

ટ્રમ્પના ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝટકો! યુરોપમાંથી માત્ર 3 દેશોનું સમર્થન, ફ્રાંસ-ઈટાલી પણ થયા દૂર | trump gaza peace board meeting europe nations decline invite



America Donald Trump Gaza: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત ‘ગાઝા પીસ બોર્ડ’ની મહત્ત્વની બેઠક 19 ફેબ્રુઆરીએ યોજાવાની છે, પરંતુ તે પહેલા ટ્રમ્પને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પે આ શાંતિ પહેલ માટે વિશ્વના અંદાજે 60 દેશોને આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઈટાલી અને સ્વીડન જેવા શક્તિશાળી દેશોએ આ બેઠકમાં સામેલ થવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. ટ્રમ્પની આ વૈશ્વિક શાંતિ યોજનાને યુરોપમાં ધાર્યો પ્રતિસાદ મળી રહ્યો નથી, જેના કારણે બેઠકની સફળતા પર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.

ગાઝાના પુનઃનિર્માણ માટે ‘બોર્ડ ઑફ પીસ’ની જાહેરાત

યુરોપના 15 દેશોમાંથી અત્યાર સુધી માત્ર ત્રણ દેશો-હંગેરી, બલ્ગેરિયા અને કોસોવોએ જ આ બેઠકમાં હાજરી આપવાની પુષ્ટિ કરી છે. જાન્યુઆરી 2026માં ટ્રમ્પે આ બોર્ડની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, આ મંચ ગાઝાના પુનઃનિર્માણની દેખરેખ રાખશે અને ભવિષ્યમાં વૈશ્વિક સંઘર્ષો ઉકેલવામાં મદદરૂપ થશે. જોકે, બેઠકના આડે હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં એશિયાના મોટા દેશો જેવા કે ભારત, ચીન અને જાપાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

મહત્ત્વાકાંક્ષી શાંતિ યોજનાને મળ્યો મર્યાદિત સહકાર

બીજી તરફ, એશિયાઈ દેશોમાં પાકિસ્તાન અને ઈન્ડોનેશિયાએ આ બેઠકમાં ભાગ લેવાના સંકેત આપ્યા છે, જ્યારે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત(UAE)એ હજુ સુધી કોઈ મંજૂરી આપી નથી. આમ, ટ્રમ્પની આ મહત્ત્વાકાંક્ષી યોજનાને શરુઆતથી જ મોટા દેશોના વિરોધ અને ઉદાસીનતાનો સામનો કરવો પડી રહ્યો છે.


ટ્રમ્પના ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝટકો! યુરોપમાંથી માત્ર 3 દેશોનું સમર્થન, ફ્રાંસ-ઈટાલી પણ થયા દૂર 2 - image



Source link

Related Articles

Back to top button