અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત | Ahmedabad Vatva Accident: Drunk Car Driver Hits Cow Near Jogani Mata Temple Animal Dies

![]()
Ahmedabad Vatva Accident: અમદાવાદ શહેરમાં હજુ પણ દારૂ પીને વાહન ચલાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વટવા વિસ્તારમાં આવેલા જોગણી માતાના મંદિર નજીક એક બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
નશામાં ધૂત હતો કારચાલક
મળતી માહિતી અનુસાર, કારચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હતો અને કાર ખૂબ જ સ્પીડમાં હંકારી રહ્યો હતો. અકસ્માત બાદ જ્યારે રોષે ભરાયેલા લોકોએ કારની તપાસ કરી, ત્યારે કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ડ્રગ્સ માફિયાઓ બેફામ? ગુજરાતમાં એક જ વર્ષમાં રૂ.2240 કરોડનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું
અકસ્માત સર્જી ભાગવા જઈ રહેલા કારચાલકને લોકો ઝડપી પાડ્યો હતો. લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ વટવા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.



