गुजरात
વડોદરા જિલ્લા ભાજપના સંગઠનમાં વર્ષમાં બીજીવાર પ્રમુખ બદલાયા | vadodara district BJP president changed twice in year

![]()
વડોદરાઃ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડભોઇના સંગઠનના આગેવાનની નિયુક્તિ કરવામાં આવી છે.
જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રસિકભાઇ પ્રજાપતિની નિયુક્તિને એક વર્ષ પુરું થયું નથી.પરંતુ તેમને પ્રદેશ સંગઠનમાં ઉપપ્રમુખનો હોદ્દો અપાતાં તેમની જગ્યાએ વડોદરા જિલ્લા સંગઠનમાં બે ટર્મથી મહામંત્રી તરીકે હોદ્દો ધરાવતા ડો બીજે બ્રહ્મભટ્ટની નિયુક્તિ કરવામાં આવી છે.
આગામી સમયમાં બરોડા ડેરી સહિતની સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ તેમજ પંચાયતોની ચૂંટણી આવી રહી હોવાથી પક્ષે સંગઠનમાં લાંબા સમયથી હોદ્દો ધરાવતા સિનિયર કાર્યકરની પસંદગી કરી હોવાનું મનાય છે.


