गुजरात

વડોદરા – દહાણુ રોડ સુપરફાસ્ટમાં મહિલા કોચની સ્થિતિ મુદ્દે ડી.આર.એમ.ને રજૂઆત | Representation to DRM on the status of women coaches



વડોદરા – દહાણુ રોડ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મહિલા કોચની હાલની સ્થિતિને લઈને પ્રશ્નો ઉઠ્યાછે. ડી.આર.યુ.સી.સી. સભ્યએ સુરક્ષા અને મહિલા કોચના સ્થળાંતર અંગે ડી.આર.એમ.ને રજૂઆત કરી છે.

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ હેઠળ આવતી આ ટ્રેન અંગે ડી.આર.યુ.સી.સી. (ડિવિઝનલ રેલવે યુઝર્સ કોન્સ્યુલેટેટિવ કમિટી )વડોદરાના સભ્ય મોહમ્મદ હબીબ લોખંડવાલાએ ડી.આર.એમ. (મંડળ રેલ પ્રબંધક) સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે, હાલમાં મહિલા કોચ ટ્રેનના મધ્ય ભાગમાં જોડાયેલો છે, જ્યારે સુરક્ષા અને નિયમોની દ્રષ્ટિએ સામાન્ય રીતે મહિલા કોચ ગાર્ડના ડબ્બા (એસ.એલ.આર -સેકન્ડ ક્લાસ લગેજ કમ ગાર્ડ વેન) પાસે હોવો વધુ યોગ્ય ગણાય છે. મધ્યમાં કોચ હોવાના કારણે મહિલા મુસાફરોને ચઢવા-ઉતરવામાં અસુવિધા અનુભવવી પડે છે.

વધુમાં ઉમેર્યું હતું કે, આરક્ષિત મહિલા કોચમાં કેટલાક પુરુષ મુસાફરો પ્રવેશી જાય છે, જેના કારણે મહિલા મુસાફરોમાં અસુરક્ષા અને અસહજતા ફેલાય છે. જેથી વિનંતી કરી છે કે, મહિલા કોચને વર્તમાન સ્થાનેથી બદલી ગાર્ડ કોચ પાસે જોડવાની વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ મહિલા કોચમાં પુરુષ મુસાફરોના ગેરકાયદેસર પ્રવેશને રોકવા આર.પી.એફ (રેલવે પ્રોટેકશન ફોર્સ)/જી.આર.પી.એફ. (ગવર્મેન્ટ રેલવે પોલીસ)દ્વારા કડક કાર્યવાહી સુનિશ્વિત કરવાની માગ પણ ઉઠાવી છે.



Source link

Related Articles

Back to top button