गुजरात

ગુજરાત ભાજપે 3 જિલ્લા પ્રમુખોના નામ કર્યા જાહેર, વાવ-થરાદમાં ઠાકોર યુવા ચહેરાને સ્થાન, જાણો વિગત | Gujarat BJP appoints new district presidents for Vadodara Vav Tharad and Surendranagar


Gujarat BJP: ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફાર ચાલી રહ્યા છે, જિલ્લાઓમાં નવા પ્રમુખો, ઉપ પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક થઈ રહી છે. તેવામાં ભાજપે વધુ ત્રણ જિલ્લા વડોદરા, વાવ-થરાદ અને સુરેન્દ્રનગરમાં નવા જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે.

જેમાં વડોદરા જિલ્લામાં ડો. બળદેવ જીવાભાઇ બ્રહ્મભટ્ટ, વાવ થરાદ જિલ્લામાં ડો.નરેશ વિહાભાઈ ઠાકોર તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્દિક મેરુભાઈ ટમાલિયાની નિમણૂક કરી છે. તમામ ત્રણેય નેતાઓને તાત્કાલિક જવાબદારી સંભાળવા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાત ભાજપે 3 જિલ્લા પ્રમુખોના નામ કર્યા જાહેર, વાવ-થરાદમાં ઠાકોર યુવા ચહેરાને સ્થાન, જાણો વિગત 2 - image



Source link

Related Articles

Back to top button