નડિયાદ પશ્ચિમ, મહેમદાવાદ રેલવે કોલોની પાસેથી દારૂ સાથે બે પકડાયા | Two arrested with liquor near Nadiad West Mehmadabad Railway Colony

![]()
– ચલાલીના બે શખ્સો પાસેથી દેશી દારૂ મળ્યો
– વિદેશી અને દેશી દારૂનો જથ્થો, બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે ગુના દાખલ કર્યા
નડિયાદ : નડિયાદના પશ્ચિમ અને મહેમદાવાદ રેલવે સ્ટેશન નજીક સહિત ત્રણ સ્થળેથી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને પોલીસે પકડી પાડયા હતા અને વિદેશી અને દેશી દારૂનો જથ્થો કબજે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં એલસીબીએ પેટ્રોલિગ દરમિયાન બાતમી મળી હતી કે, નડિયાદના રામેશ્વર સરોવર, બગીચા બહાર પાર્ક કરેલી કારમાં દારૂ ભરેલો છે. જેના આધારે તપાસ કરતા તરૂણ ઉર્ફે ડોન મંગળ સોલંકી( રહે. ડભાણ, માંડવી ચોક)ની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. ગાડીમાંથી ૩૬ હજારની દારૂની ૨૮૮ બોટલ મળી આવી હતી. દારૂ, કાર સહિત ૬૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મહેમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ ના દક્ષિણ છેડે રેલવે કોલોની પાસે શખ્સ ટ્રેનમાં આવતા મુસાફરોને વિદેશી દારૂનું વેચાણ કરે છે. પોલીસે રેડ કરતા રેલવે કોલોની પાસે હિતેન્દ્ર ઝવેરભાઇ સોલંકી ( રહે. સંયોગ સોસાયટી, મહેદાવાદ) હોવાનું જણાવ્યું હતું. થેલામાંથી વિદેશી દારૂની ૭ મળી આવી હતી.
ચકલાસી પોલીસે ચલાલી ચકલાસી રોડ પર બે વ્યતિતઓ બાઇક પર દારૂ લઇને પસાર થવાના હોવાની બાતમી આવતે તપાસ હાથ ધરી હતી અને અજય ભાનુ તળપદા અને દિનેશ કાંતિ તળપદા( બંને રહે. ચલાલી) પાસેથી દેશી દારૂ ૭૫ લિટર મળી આવ્યો હતો. પોલીસે ૧૫ હજારનો દારૂ, બાઇક સહિત ૨૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



