યુક્રેનના હુમલાથી રશિયાનાં કાળા સમુદ્રનાં પોર્ટ પર આગ લાગી | Fire breaks out at Russian Black Sea port after Ukraine attack

![]()
તામન પોર્ટ પર થયેલા હુમલામાં બે ઘાયલ
રશિયન ડ્રોનમાંથી પડેલા કાટમાળને કારણે યુક્રેનમાં વીજળી અને પાણી પુરવઠામાં વિક્ષેપ
(પીટીઆઇ) કીવ: લગભગ ૪ વર્ષ જૂના યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી થનારી નવી મંત્રણા અગાઉ રવિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાનાં કાળા સમુદ્રના પોર્ટો પૈકી એક પોર્ટ પર યુક્રેનિયન ડ્રોન હુમલાથી આગ લાગી હતી.
પ્રાદેશિક ગર્વનર વેનિઆમિન કોન્ડ્રેટેવના જણાવ્યા અનુસાર ક્રાસ્રોદર પ્રદેશમાં તામન પોર્ટ પર થયેલા હુમલામાં બે લોકો ઘાયલ થયા હતાં. જેમાં ઓઇલ સ્ટોરેજ ટેન્ક, વેરહાઉસ અને ટર્મિનલને નુકસાન થયું હતું.
આ દરમિયાન રશિયન ડ્રોનમાંથી પડતા કાટમાળમાંથી યુક્રેનના ઓડેશા પ્રદેશમાં નાગરિક અને પરિવહન માળખાને નુકસાન થયું હતું. જેના કારણે વીજળી અને પાણીના પુરવઠામાં વિક્ષેપ પડયો હતો. રશિયાના ઉર્જા સ્થળો પર યુક્રેનનાં લાંબા અંતરના ડ્રોન હુમલાઓનો હેતુ મોસ્કોને ઓઇલની નિકાસથી થનારી કમાણીથી દૂર રાખવાનો છે. જેની તેને યુક્રેન પર હુમલા કરવા માટે ખૂબ જ જરૂર છે.
રશિયા યુક્રેનની પાવરગ્રીડને નુકસાન પહોંચાડવા માંગે છે જેથી સામાન્ય લોકોે હિટિંગ, વીજળી અને પાણી પુરવઠાથી વંચિત રહે. કીવના અધિકારીઓએ જણાવ્યું છે કે રશિયા યુક્રેનના સામાન્ય લોકો માટે શિયાળાની ઋતુ મુશ્કેલ બનાવવા માંગે છે. આ હુમલા મંગળવાર અને બુધવારે જિનિવામાં રશિયા અને યુક્રેનના દૂતોની વચ્ચે અમેરિકાની મધ્યસ્થતામાં થનારી મંત્રણાના વધુ એક રાઉન્ડ પહેલા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય



