રણવીર બાદ હવે ધનુષ પાસેથી પણ ફિલ્મ છોડવા બદલ 20 કરોડની માંગ | After Ranveer now Dhanush is also being demanded Rs 20 crore for leaving the film

![]()
– સાઉથના નિર્માતાએ ધનુષને નોટિસ પાઠવી
– હાલમાં ફરહાન અખ્તરે ડોન થ્રી છોડવા બદલ રણવીર પાસે 40 કરોડની માગણી કરી છે
મુંબઈ: હાલમાં ફરહાન અખ્તરે રણવીર સિંહ પાસે ‘ડોન થ્રી’ છોડવા બદલ ૪૦ કરોડનાં નુકસાનની માગણી કરી છે. તેવા જ એક કિસ્સામાં સાઉથના એક પ્રોડયૂસરે ફિલ્મ છોડી દેવા બદલ ધનુષ પાસેથી ૨૦ કરોડ રુપિયાનું વળતર માગ્યું છે.
તેનાંદલ ફિલ્મ્સનો ‘નાન રુધરમ’ નામની પ્રોજેક્ટ ૨૦૧૬માં જાહેર થયો હતો પરંતુ આ ફિલ્મ ક્યારેય પૂર્ણ થઈ શકી ન હતી. નિર્માતા દ્વારા ધનુષને મોકલાયેલી નોટિસમાં જણાવાયા અનુસાર ધનુષે પોતે આ ફિલ્મમાં કામ કરશે ્અને દિગ્દર્શન પણ કરશે તેવી સંમતિ આપી હતી. બાદમાં નાગાર્જુન સહિતના અન્ય કલાકારોને પણ સાઈન કરાયા હતા. પ્રિ પ્રોડક્શન માટે ઘણો ખર્ચો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ, ધનુષે અચાનક જ આ ફિલ્મ છોડી દેતાં નિર્માતાને ૨૦ કરોડ રુપિયાનું નુકસાન થયું હતું.
ધનુષ આ વળતર નહિ આપે તો કાનૂની કેસ કરવાની ચિમકી પણ નોટિસમાં અપાઈ છે.



