VIDEO | મહા શિવરાત્રિએ ગુજરાતભરમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવના મંદિરોમાં ભીડ ઉમટી | Maha Shivratri 2026 Millions of Devotees Throng Somnath and Bhavnath Taleti junagadh in Gujarat

![]()
Maha Shivratri 2026: મહા શિવરાત્રિના પાવન દિવસે આજે(15 ફેબ્રુઆરી) રાજ્યમાં શિવમંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જૂનાગઢના ગિરનાર, સોમનાથ, અમદાવાદ, સુરત સહિતના તીર્થસ્થાને ભાવિકો ભગવાન શિવની આરાધના કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગિરનારની પવિત્ર તળેટીમાં શિવ-શક્તિ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ ‘મહા શિવરાત્રિ મેળા’માં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
રાજ્યના શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
રાજ્યના શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે. જેમાં ગોંડલના મુક્તેશ્વર મહાદેવ મંદિરે ભસ્મ આરતી કરવામાં આવી હતી. આ સાથે સુરત, મહેસાણા સહિતના જિલ્લામાં આવેલા શિવમંદિરોમાં ભાવિકો ભગવાન શિવજીના દર્શન, આરતી અને પૂજા અર્થે આવી રહ્યા છે. શિવલિંગ પર જળ, બીલીપત્રનો અભિષેક કરીને શિવની આરાધના કરી રહ્યા છે.
સોમનાથ મહાદેવ મંદિર પરિસર ‘હર હર મહાદેવના નાદ’થી ગૂંજ્યો
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં શિવ-ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો છે, ત્યારે ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદ સાથે આખું વાતાવરણ શિવ-ભક્તિમાં રંગાયું છે.
ગિરનારની ગોદમાં શિવ-ભક્તોનું માનવ મહેરામણ
જૂનાગઢ ગિરનારની ગોદમાં આવેલી ભવનાથ તળેટી અત્યારે હર હર મહાદેવના નાદ અને સાધુ-સંતોના ધૂણાની ધૂમ્રશેરોથી મંગલમય બન્યું છે. ગિરનાર ખાતે મહા શિવરાત્રિ પર્વ પર ભવ્ય મેળો ચાલી રહ્યો છે, ત્યારે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ દરમિયાન સાધુઓની અનોખી દુનિયાના દૃશ્યો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
અમદાવાદના મીની સોમનાથ મંદિરની આરતી
મહા શિવરાત્રિના પાવન દિવસે અમદાવાદમાં આવેલા મીની સોમનાથ મંદિરમાં ખાસ આરતી કરવામાં આવી. શહેરના ભાવિકોએ શિવજીની આરતીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો: Mahashivratri 2026: એશિયાનું સૌથી ઊંચું શિવ મંદિર, ભોલેનાથ પણ વાદળો વચ્ચે બિરાજમાન…
સુરત ઈચ્છાનાથ મહાદેવ મંદિરના અદભૂત દ્રશ્યો



