સત્તા પરિવર્તન જ ઈરાન ગૂંચનો શ્રેષ્ઠ ઉપાય છે : ટ્રમ્પે ખામેનેઈને ફરી ધમકી આપી | Power change is the best solution to Iran’s dilemma: Trump threatens Khamenei again

![]()
‘ધર્મ-યુદ્ધો’નો યુગ ફરી આવી રહ્યો છે ?
નોર્થ-કેરોલિનાના ફોર્ટ બ્રેગમાં સૈનિકો સાથેની મુલાકાત પછી પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું : ત્યાં ઈસ્લામિક શાસન દૂર કરવું પડે
ફોર્ટબ્રેગ (નોર્થ કેરોલિના): પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, ઇરાનમાં સત્તા પરિવર્તન જ શ્રેષ્ઠ પગલું બની શકે. પ્રમુખે આ વિધાનો તેવે સમયે કર્યાં છે કે જ્યારે તેઓ ઈરાન ઉપર પ્રચંડ સેનાકીય કાર્યવાહીનો વિકલ્પ ગંભીરતાથી વિચારે છે. નોર્થ કેરોલિનાના ફોર્ટ બ્રેગમાં સૈનિકો સાથેની મુલાકાત પછી પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાંથી ઇસ્લામિક ધાર્મિક શાસન હઠાવવાનો વિચાર ઘણો જ સકારાત્મક બની રહેશે. ૪૭ વર્ષથી તેઓ માત્ર વાતો જ કરી રહ્યાં છે. તેથી એવું લાગે છે કે ત્યાં સત્તા પરિવર્તન જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે.
આ પૂર્વેના દિવસે પ્રમુખે કહ્યું હતું કે તેઓ કેરેબિયનમાંથી બીજું વિમાન વાહક જહાજ ‘ગેરાલ્ડ આર ફોર્ડ’ મધ્ય પૂર્વમાં રવાના કરવાના છે. યુરેનિયમ એન્ટિયમેન્ટ અંગે ઈરાન સાથે કોઈ સમજૂતી નહીં થાય તો બીજું વિમાનવાહક જહાજ ‘ગેરાલ્ડ આર ફોર્ડ’ મધ્યપૂર્વ તરફ રવાના કરાશે.
બીજી તરફ ઈરાનના અખાતના દેશોએ ચેતવણી આપી છે કે ઇરાન પરનો કોઈપણ હુમલો મધ્ય-પૂર્વમાં એક વધુ ક્ષેત્રીય સંઘર્ષ ઉભો કરશે. આ વિસ્તાર ગાઝા યુદ્ધ પછી માંડ શાંતિનો શ્વાસ લઈ રહ્યો છે ત્યાં અમેરિકા-ઇરાન-યુદ્ધની નોબત વાગી રહી છે.
ન્યૂયોર્ક ટાઇમ્સ જણાવે છે કે મધ્ય પૂર્વમાં પહેલેથી જ અમેરિકાનું પરમાણુ સંચાલિત પ્રચંડ વિમાન વાહક જહાજ, અબ્રહામ લિંકન બે ડીસ્ટ્રોયર્સ અને બે ફ્રીગેટર સાથે ઇરાનના જળવિસ્તારથી થોડે દૂર લાંગરીને પડયું છે. ગત સપ્તાહે અબ્રહામ લિંકન ઉપરથી ઉડેલાં વિમાન લિંકન તરફ આવતાં ઈરાની ડ્રોનને તોડી પાડયું હતું. હવે લિંકન સાથે ફોર્ડ જોડાતાં અમેરિકા અરબી સમુદ્રમાં દુઘર્ષ બની રહ્યું છે. એક તરફ ઈરાનનું ઇસ્લામિક લોકતંત્ર છે તો બીજી તરફ પ્રચંડ શક્તિ અમેરિકા છે. ગાઝા યુદ્ધમાં અમેરિકાના અઢળક શસ્ત્રોની સહાયથી ઈઝરાયલ હમાસ સામે વિજયી થયું છે. તે યુદ્ધ હજી માંડ શમ્યું છે ત્યાં ઇરાન અમેરિકા યુદ્ધની નોબત આવી છે.
એવું લાગે છે કે વિશ્વ ૧૦મી સદીથી શરૂ થયેલ ધર્મયુદ્ધોના યુગમાં પ્રવેશી રહ્યું છે. અમેરિકા પાસે અમાપ તાકાત છે. ટ્રમ્પ જાણે છે તેનો ઉપયોગ કેમ કરવો તે જાણે છે કે સ્વોર્ડ બિલોંગ્સ ટુ ધોસ વ્હિબનો હાઉ ટુ વીલ્ડ ઈટ.



