નબળો એક્ટર કાર્તિક આર્યન તો નસીબના જોરે ચાલે છે : પ્રશાંત નારાયણ | Weak actor Kartik Aaryan just riding on luck: Prashant Narayan

![]()
– લોકો તેની સાથે નહીં પણ તેના પર હસે છે : પ્રશાંતે આકરી ટીકા કરી
મુંબઇ: ભૂલભૂલૈયા ૨ જેવી હીટ ફિલ્મ આપનાર કાર્તિક આર્યનની આકરી ટીકા કરતાં મર્ડર ટુના એક્ટર પ્રશાંત નારાયણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કાર્તિક આર્યન તો ટેરિબલ એક્ટર છે. તે બોલિવૂડમાં તેના નસીબના જોરે અને તેના માતાપિતાના આશીર્વાદથી ટકી ગયો છે. બોલિવૂડ બબલને પ્રશાંતે જણાવ્યું હતું કે મને લાગે છે કે તે કોઇપણ પ્રકારનો સંવાદ સાધી શકે તેમ નથી અને તેની આજુબાજુના લોકોએ તેને ચઢાવી માર્યો છે. મને તેની પ્રથમ ફિલ્મ પ્યાર કા પંચનામામાં તેનું કામ ગમ્યું હતું. પણ ભારતીય દર્શકોને તેની ફિલ્મો ગમે છે તેમ જણાવતાં પ્રશોતે કહ્યું હતું કે લોકો તેની એક્ટિંગ જોઇને નહીં પણ તેને એક્ટર તરીેકે જોઇને હસે છે.
તમે લોકોને હસાવી શકતાં હો એ સારી વાત છે. તમે કોઇની સાથે હસો અને તમે કોઇની પર હસો તેમાં ફરક છે. ભારતીય દર્શકો સામાન્ય રીતે કોઇની પર હસતાં હોય છે.
કાર્તિક આર્યનના ચાહકો તેની આગામી ફિલ્મ નાગઝિલ્લા રજૂ થવાની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં કાર્તિક પ્રિયમવદેશ્વર પ્યારેચંદ નામના ઇચ્છાધારી નાગની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ ઓગસ્ટમાં રજૂ થવાની છે.



