मनोरंजन

સની દેઓલની આગામી ફિલ્મ લાહોર 1947નું નામ બદલાશે તેવો અણસાર | Sunny Deol’s upcoming film Lahore 1947 is expected to be renamed



– રાજકુમાર સંતોષી નિર્દેશિત આ ફિલ્મ સાથે આમિર ખાન પણ સંકળાયેલો છે

મુંબઇ: આજકાલ સની દેઓલ નામના સિક્કા પડે છે. સની દેઓલને તેની કારકિર્દીમાં નવો તબક્કો ફળ્યો છે. સની હવે રાજકુમાર સંતોષી નિર્દેશિત ફિલ્મ લાહોર ૧૯૪૭માં જોવા મળશે. આ ફિલ્મને આમિરખાનનો પણ સપોર્ટ છે. સનીદેઓલે ફિલ્મને રજૂ કરવાની તારીખની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મેરી ઢેર સારી ફિલ્મેં આને વાલી હૈ. ઉન મેં સે એક લાહોર ૧૯૪૭ હૈ. શાયદ ટાઇટલ ચેન્જ હો સકતા હૈ, શાયદ વો હી રખે. ફિલ્મ એક ફેમસ પ્લે પર બેઝડ હૈ. ૧૫ ઓગસ્ટ કે ટાઇમ સિનેમા હોલ્સમેં લગેગી. 

અસગર અલી વજાહતના વિખ્યાત નાટક જિસ લાહોર નઇ દેખ્યા ઓ જન્મ્યા નઇ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. સનીનો રોલ પહેલાં અનિલ કપૂર અને સંજયદત્ત સમક્ષ નેરેટ કરવામાં આવ્યો હતો પણ તેમની સાથે જામ્યું નહોતું. આખરે પ્રથમ પસંદગી સનીને જ આ ભૂમિકા સોંપાતા નિર્દેશક રાજકુમાર સંતોષી ખુશ છે. સની દેઓલની બોર્ડર થ્રી ફિલ્મે ત્રણ અઠવાડિયામાં ૪૦૦ કરોડ રૂપિયાની કમાણી કરતાં બધાંની બોલતી બંધ થઇ ગઇ છે. સની દેઓલની સફળતાથી બધા આશ્ચર્યમાં ગરકાવ છે. 



Source link

Related Articles

Back to top button