मनोरंजन

ફરહાનની હોલિવુડમાં એન્ટ્રી, પંડિત રવિશંકરનો રોલ ભજવશે | Farhan’s entry into Hollywood will play the role of Pandit Ravi Shankar



– ચાર ભાગની ધી  બીટલ્સ ફિલ્મ સાઈન કરી 

– સેમ મેન્ડિઝની ફિલ્મના ચારેચાર ભાગ એપ્રિલ 2028માં રજૂ કરવાનો પ્લાન

મુંબઈ : ફરહાન અખ્તરને હોલિવુડની ફિલ્મમાં પણ તક મળી છે. તે સેમ મેન્ડિઝની ફિલ્મ ‘ધી બીટલ્સ’માં ભારતના લિજન્ડરી સંગીતકાર પંડિત રવિશંકરની ભૂમિકા ભજવવાનો છે 

આ ફિલ્મ કુલ ચાર ભાગમાં  બનવાની છે અને તેના ચારેય ભાગ એપ્રિલ ૨૦૨૮માં રીલિઝ કરવાનું આયોજન  હોવાનું  કહેવાય છે. આ ફિલ્મમાં બ્રિટિશ  રોક  મ્યુઝિક અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સંગમને દર્શાવાશે. ૧૯૬૦ના દાયકામાં  પંડિત રવિ શંકર જ્યોર્ડ હેરિસનને મળ્યા હતા અને તેને ભારતીય શાસ્ત્રીય સંગીતનો પરિચય કરાવ્યો હતો. તેમણે બંનેએ કોલબરેશન કરી ભારતીય સિતાર અને પશ્ચિમી વાજિંત્રોનું ફ્યુઝન  ધરાવતું સંગીત  રચ્યું હતું. આ ફિલ્મમાં ફરહાનની ભૂમિકા એ સમગ્ર ઘટનાક્રમને આવરી લેશે. 



Source link

Related Articles

Back to top button