दुनिया

અમેરિકાની મોટી ટેક કંપનીઓએ આઠ દિવસમાં એક લાખ કરોડ ડોલર ગુમાવ્યા | Big US tech companies lost 1 trillion in eight days



– એઆઈની વેચવાલીથી વોલ સ્ટ્રીટથી દલાલ સ્ટ્રીટમાં કડાકો

– ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ સહિતની ભારતીય આઈટી કંપનીઓને મોટો ફટકો : રૂ. 6 લાખ કરોડ હોમાયા

ન્યૂયોર્ક/મુંબઈ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી દુનિયામાં અસાધારણ પરિવર્તન આવશે તેવી અપેક્ષાથી અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓએ એઆઈના ક્ષેત્રમાં અસાધારણ રોકાણ કર્યું, જેથી અમેરિકન સ્ટોક માર્કેટમાં સતત ત્રણ વર્ષથી તેજી જોવા મળી હતી, પરંતુ છેલ્લા સપ્તાહમાં અચાનક જ એઆઈ કંપનીઓમાં વેચવાલીના પગલે અમેરિકન સ્ટોક માર્કેટમાંથી એક લાખ કરોડ ડોલરનું ધોવાણ થઈ ગયું. બીજીબાજુ અમેરિકન બજારમાં વેચવાલીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી અને ભારતમાં પણ ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ સહિતની ટેક્નલોજી કંપનીઓમાં કડાકો બોલાતા ભારતના એઆઈ સેક્ટરે પણ આઠ દિવસમાં છ લાખ કરોડ ગુમાવ્યા છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દુનિયા બદલી નાંખવાનો આશાવાદ જગાવતી અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓએ એઆઈમાં જંગી રોકાણ કર્યું હતું. એઆઈના આશાવાદથી અમેરિકન સ્ટોક માર્કેટમાં છેલ્લા ત્રણ વર્ષથી ભારે તેજી જોવા મળી હતી, પરંતુ ગયા સપ્તાહે અમેરિકાની એન્થ્રોપિક કંપનીએ એઆઈ ક્લાઉડ રજૂ કરતાં અમેરિકન શેરબજારમાં અન્ય એઆઈ અને ટેક્નોલોજી કંપનીઓમાં ભારે કડાકો બોલાયો હતો.

એઆઈ અંગેના ઊંચા આશાવાદના કારણે અમેરિકન સ્ટોક માર્કેટમાં એઆઈ અને ટેક કંપનીઓના શેરોના ભાવ આકાશને આંબતા હતા. આવા સમયે એઆઈ દુનિયામાં ક્રાંતિકારી વૃદ્ધિનું ચાલક બળ બનશે કે સ્થાપિક આવક પ્રવાહોને ખોરવી નાંખશે તેવી આશંકાઓના પગલે રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે, જેને પગલે એક સપ્તાહમાં એઆઈ કંપનીઓમાં વેચવાલીથી વૈશ્વિક સોફ્ટવેર કંપનીઓને એક લાખ કરોડ ડોલરનું નુકસાન થયું છે.

એઆઈની તેજીને ધ્યાનમાં રાખી અમેઝોન, માઈક્રોસોફ્ટ, આલ્ફાબેટ, મેટા, એનવીડિયા અને ઓરેકલે એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કુલ ૬૬૦ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. પરંતુ એઆઈ વેચવાલીથી આ કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થયું છે. એકલી અમેઝોને જ એક જ દિવસમાં ૩૦૦ અબજ ડોલર ગુમાવ્યા હતા. આ મુશ્કેલી ઓછી હોય તેમ જાન્યુઆરીમાં અમેરિકામાં વિક્રમી એક લાખ લોકોની છટણીના સમાચારે શેરબજારમાં આર્થિક મંદી અંગેનો ગભરાટ વધાર્યો છે, જેથી સ્ટોક માર્કેટમાં એઆઈ કંપનીઓમાં વેચવાલી વધુ તિવ્ર બની છે.

અમેરિકન ટેક્નોલોજી કંપનીઓમાં વેચવાલી અને મોંઘવારીની અસર ભારતીય કંપનીઓ સુધી લંબાઈ છે અને ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ સહિતની ભારતીય આઈટી કંપનીઓના શેરોના ભાવ પણ તૂટયા હતા. ભારતમાં પણ આઈટી સેક્ટર હાલ ભારે મંદીનો સામનો કરી રહ્યું છે. એઆઈની કેપેબિલિટીના પગલે ભારતીય ટેક્નોલોજી કંપનીઓની માર્કેટ કેપમાં જંગી ઘટાડો થયો છે. આઈટી શેરોમાં શુક્રવારે ઘટાડો ચાલુ રહ્યો હતો. વિશેષરૂપે ઈન્ફોસિસ, ટીસીએસ જેવા શૅર ૬ ટકા જેટલા તૂટયા હતા.

ભારતમાં ૨૫૦ અબજ ડોલરની વેલ્યુવાળા આઈટી સેક્ટરમાં છેલ્લા આઠ દિવસમાં અંદાજે ૬ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ સમયમાં ઈન્ફોસિસ ૨૧ ટકા, ટીસીએસ ૧૮ ટકા અને એચસીએલ ટેક ૧૭ ટકા જેટલા તૂટયા છે. ટીસીએસની માર્કેટ કેપ ઓક્ટોબર ૨૦૨૦ના સ્તરથી પણ નીચે ગગડીને ૧૦ લાખ કરોડથી ઓછી થઈ ગઈ છે. આઈટી શેરોની હાલત એટલી ખરાબ થઈ છે કે એચસીએલને રૂ. ૨૩૦૦ કરોડથી વધુનો ઓર્ડર મળવા છતાં કંપનીના શૅરમાં મોટો ઉછાળો આવ્યો નહીં.



Source link

Related Articles

Back to top button