मनोरंजन

કોઈ સમુદાયને આમ ઉતારી ન પાડી શકોઃ ઘૂસખોર પંડતના સર્જકો ને સુપ્રીમે ઝાટક્યા | You can’t upgrade any community like this: Supreme Court slams creators of ‘Ghuskhor Pandit’



– નવું ટાઈટલ  દર્શાવો નહિતર ક્યારેય રીલિઝ નહિ થવા  દઈએ 

– સામાજિક ભેદભાવના વિરોધના નામે આવી ફિલ્મો સમાજમાં વધારે અજંપો ફેલાવે છેઃ સુપ્રીમ કોર્ટની ફટકાર

મુંબઈ : ‘ઘૂસખોર પંડત’ ટાઈટલ બદલ સુપ્રીમ કોર્ટે પણ સર્જક નીરજ પાંડેની આકરી ઝાટકણી કાઢી છે. તમને કોઈ સમાજને આ રીતે ઉતારી પાડવાનો હક્ક નથી. આવું તે કેવું ટાઈટલ છે એમ કહી  સુપ્રીમ કોર્ટે આકરી ભાષામાં ઠપકો આપ્યો હતો. 

ફિલ્મનાં ટાઈટલ સામે સમગ્ર દેશના બ્રાહ્મણ સમાજમાં વિરોધ વંટોળ ફૂંકાયો છે અને કેટલાંય સ્થળે એફઆઈઆર તથા કોર્ટ કેસ પણ થયા છે. સુપ્રીમ કોર્ટમાં પણ એેક પીઆઈએલ થઈ છે. તેની સુનાવણી દરમિયાન ફિલ્મ સર્જક વતી ઉપસ્થિત થયેલા વકીલે સુપ્રીમનું ધ્યાન દોર્યું હતું કે અમે ફિલ્મનું ટાઈટલ બદલવાના છીએ તેવી ખાતરી દિલ્હી હાઈકોર્ટને ઓલરેડી આપી દીધી છે. 

આ તબક્કે સુપ્રીમ કોર્ટે વધારે નારાજગી વ્યક્ત કરતાં કહ્યુ ંહતું કે એમ, નહિ તમારે અમારી સમક્ષ એફિડેવિટ કરીને નવું ટાઈટલ જણાવવું પડશે. જ્યાં સુધી તમે નવું ટાઈટલ નહિ દર્શાવો ત્યાં સુધી અમે આ ફિલ્મને રીલિઝ કરવાની મંજૂરી આપવાના નથી.   સુપ્રીમે કહ્યું હતું કે સામાજિક ભેદભાવના વિરોધ અને જાગૃતિના નામે બનતી આવી ફિલ્મોથી વાસ્તવમાં વધુ સામાજિક અજંપો ફેલાય છે. 

જસ્ટીસ બી વી નાગરત્ના અને જસ્ટીસ બી વી ભૂયાનની બેન્ચે આ અરજી સંદર્ભમાં સીબીએફસી તથા નીરજ પાંડેને નોટિસ પણ ફટકારી હતી. 



Source link

Related Articles

Back to top button