સાઉદી અરેબિયા પાસે એટમ-બોમ્બ છે સંરક્ષણ કરારોના ભાગરૂપે પાકે. એ બોમ્બ આપ્યા ? | Saudi Arabia has atomic bombs gave them to Pakistan as part of defense agreements

![]()
– ઇરાનના નિવૃત્ત કમાન્ડરનો દાવો
– અમેરિકા ઇઝરાયેલને પાક્કી માહિતી મળી છે કે સાઉદી અરેબિયા પાસે એ બોમ્બ છે ! : હવે મધ્ય પૂર્વમાં વ્યાપક તંગદિલી પ્રવર્તે છે
નવી દિલ્હી : ઇરાનના ઇસ્લામીક રીવોલ્યુશનરી ગાર્ડઝના નિવૃત્ત કમાન્ડે જણાવ્યું છે કે, સાઉદી અરેબિયા પાસે કેટલાય સમયથી ન્યુક્લિયર બોમ્બ આવી ગયા છે તેથી અમેરિકા અને ઇઝરાયલ બંને ચિંતામાં છે.
મધ્યપૂર્વમાં જ્યારે ભારે તંગદિલી પ્રવર્તી રહી છે તેવે સમયે ઇરાનના આ નિવૃત્ત અધિકારીએ કરેલા ઘટસ્ફોટ મધ્ય-પૂર્વના રાજકારણમાં ભારે વિસ્ફોટ થઈ ગયો છે. જો આ સત્ય હોય તો નિવૃત્ત ઇરાની લશ્કરી અધિકારી હુસૈન કાનાનીના આ વિધાનો મધ્યપૂર્વમાં નવી જ આપત્તિ ઉભી કરી શકે તેમ છે.
ઇરાનમાં તાજેતરના થયેલા રમખાણો અંગે કાનાનીએ અમેરિકા અને ઇઝરાયલ બંને ઉપર આક્ષેપ મૂક્યો હતો કે, તેમની જાસૂસી સંસ્થાઓએ જ તાજેતરમાં ઇરાનમાં વ્યાપક રમખાણો કરાવ્યા હતા.
આ સાથે તેમણે એવી પણ ચેતવણી ઉચ્ચારી છે હજી પણ જો અમેરિકા હુમલા ચાલુ રાખશે તો યુદ્ધ ફાટી નીકળશે અને તેમાં માત્ર પરંપરાગત શસ્ત્રો નહિ વપરાય (બૉમ્બ વપરાશે).
આ વિધાનો કરતા સંરક્ષણ પૂર્વ અધિકારીએ ફરી એકવાર કહ્યું હતું કે, જબરજસ્ત લોનના બદલામાં પાકિસ્તાને સાઉદી અરબને એ બૉમ્બ આપ્યા હોય તો મધ્યપૂર્વની સ્થિતિ સ્ફોટક બની રહેશે તે નિશ્ચિત છે.


