मनोरंजन

જેલમાં બંધ રાજપાલ યાદવની મદદે આવી ફિલ્મ ઈન્ડસ્ટ્રી! સલમાન-સોનુ જેવા સ્ટાર્સે મદદ કરતાં ભાવુક થઈ પત્ની | Rajpal yadav tihar jail debt case wife radha reaction on industry support



Rajpal Yadav Wife Reaction: બોલિવૂડના સ્ટાર કોમેડિયન રાજપાલ યાદવ હાલમાં ચેક બાઉન્સ કેસને કારણે કાયદાકીય મુશ્કેલીમાં સપડાયા છે. આ કેસ 15 વર્ષ જૂનો છે. 2010માં રાજપાલ યાદવે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે દિલ્હીના એક બિઝનેસમેન (મુરાલી પ્રોજેક્ટ્સ) પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ લોલ ચૂકવવામાં અસમર્થ હોવાના કારણે રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરી, 2026ના રોજ દિલ્હીની તિહાર જેલમાં અધિકારીઓ સામે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. તિહાર જેલમાં બંધ રાજપાલ યાદવની મદદ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક સેલેબ્સ આગળ આવ્યા છે. હવે સેલેબ્સની મદદ પર રાજપાલ યાદવની પત્ની રાધા યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. 

રાજપાલ યાદવે ઘણી કમાલની ફિલ્મોમાં કામ કર્યું છે, જોકે, હાલમાં તે પોતાની ફિલ્મો માટે નહીં પરંતુ કાનૂની મુશ્કેલીઓને કારણે ચર્ચામાં છે. લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા રાજપાલે કોર્ટમાં સરેન્ડર કરતા પહેલાં જણાવ્યું હતું કે, મારી પાસે પૈસા નથી અને ઈન્ડસ્ટ્રીમાંથી મને કોઈ મદદ કરી શકે તેવા મિત્રો પણ નથી. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જો કે, તેના આ મુશ્કેલ સમયમાં આખી ઈન્ડસ્ટ્રી સપોર્ટમાં ઉતરતા તેની પત્ની રાધા યાદવે મીડિયા સાથે વાત કરી અને તમામનો આભાર માન્યો.

ફિલ્મી સ્ટાર્સનો સપોર્ટ

રાધા યાદવે મીડિયા સાથે વાતચીત કરતા ભાવુક નિવેદન આપતા કહ્યું કે, ‘આ મુશ્કેલ સમયમાં ઈન્ડસ્ટ્રીમાંથી જે સપોર્ટ અને પ્રેમ મળ્યો છે, તેણે તેમને ખૂબ મજબૂતી આપી છે. દરેક લોકો તેમની સાથે ઊભા છે અને જે લોકો મદદ માટે આગળ આવ્યા છે, તેમનો આભાર. આ મદદ માત્ર શબ્દો સુધી મર્યાદિત નથી, પરંતુ ઘણા મોટા નામોએ આર્થિક સહાયતા સાથે સપોર્ટનું એલાન પણ કર્યું છે. પહેલા સોનુ સૂદે રાજપાલ માટે એક ફિલ્મમાં કાસ્ટ કરવા અને એડવાન્સ અમાઉન્ટની ઓફર કરી હતી, જેથી એક્ટરે કાયદાકીય મામલે થોડી રાહત મળી શકે. 

અત્યાર સુધીમાં લગભગ 14 સેલિબ્રિટીઓએ કોમેડિયનને આર્થિક સપોર્ટ કર્યો છે. જેમાં સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, ડેવિડ ધવન, સોનુ સૂદ, તેજ પ્રતાપ યાદવ, રાવ ઈન્દ્રજીત સિંહ, ગુરુ રંધાવા, ગુરમીત ચૌધરી, કેઆરકે, મીકા સિંહનું નામ સામેલ છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ લોકોને રાજપાલની મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. હવે આખી ઈન્ડસ્ટ્રી દ્વારા રાજપાલને આ મુશ્કેલ સમયમાં મદદ કરવા બદલ તેમની પત્ની રાધાએ તમામનો આભાર માન્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

આ સમગ્ર મામલો 2012માં આવેલી એક્ટરની ફિલ્મ “અતા પતા લપતા”ના કારણે શરૂ થયો હતો. આ ફિલ્મને રાજપાલ યાદવે ડાયરેક્ટ કરી હતી અને તેમની પત્ની પ્રોડ્યૂસર હતી. જોકે, રાજપાલના ડાયરેક્શનમાં બનેલી પહેલી ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ ગઈ. ફિલ્મ બનાવવા માટે રાજપાલે 2010માં દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી 5 કરોડની લોન લીધી હતી. ફિલ્મની નિષ્ફળતાને કારણે રાજપાલને ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો: રાજપાલ યાદવને મોટો ઝટકો! હજુ જેલમાં જ રહેવું પડશે, હાઈકોર્ટે કહ્યું- 25 વખત તો તક આપી…

એક્ટર આ લોન ચૂકવવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ 2018માં આ મામલાએ કાનૂની વળાંક લીધો. રાજપાલ અને તેમની પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. વ્યાજ સહિત આ 5 કરોડ રૂપિયાની રકમ વધીને 9 કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં એક્ટર અગાઉ પણ બે વાર જેલમાં સજા ભોગવી ચૂક્યો છે. અંતે, જ્યારે કોર્ટના અલ્ટીમેટમ પર તે પૈસા ચૂકવી ન શક્યો નહીં, ત્યારે તે આત્મસમર્પણ કરવા માટે મજબૂર થયો.



Source link

Related Articles

Back to top button