दुनिया

કરુણાંતિકા: દુનિયાની સૌથી લાંબી નાઈલ નદીમાં બોટ પલટતા 15 મોત, અનેક લોકો ગુમ | nile river tragedy sudan boat capsizes 15 dead missing updates




Nile River Boat Accident : વિશ્વની સૌથી લાંબી નદી એવી નાઈલ નદીમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુદાનમાં મુસાફરોથી ભરેલી એક હોડી નદીના પ્રચંડ પ્રવાહમાં પલટી જતાં 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

સ્થાનિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટના સુદાનના ઉત્તરી પ્રાંતમાં બની હતી. હોડીમાં ક્ષમતા કરતા વધુ એટલે કે અંદાજે 27 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ હતા. નદીની વચ્ચે પહોંચતા જ હોડીએ અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કિનારે ઉભેલા લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી બચાવ કામગીરીમાં અવરોધ આવ્યો હતો.

બચાવ કામગીરી અને જાનહાનિ

‘સુદાન ડોક્ટર્સ નેટવર્ક’ ના જણાવ્યા અનુસાર: અત્યાર સુધી 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત 6 લોકોને સ્થાનિકો અને બચાવ દળની મદદથી સુરક્ષિત બચાવી લેવાયા છે. જો કે હજી પણ 6 લોકો નદીના વહેણમાં વહી ગયા છે, જેની શોધખોળ ચાલુ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જો આધુનિક બચાવ ઉપકરણો સમયસર ઉપલબ્ધ હોત, તો વધુ લોકોના જીવ બચાવી શકાયા હોત.

શું ઓવરલોડિંગ જ મુખ્ય કારણ?

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હોડીમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો અને સામાન ભરવામાં આવ્યો હતો. સુદાનમાં નદી માર્ગે મુસાફરી સામાન્ય છે. પરંતુ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન પણ એટલું જ સામાન્ય બની ગયું છે. લાઈફ જેકેટનો અભાવ, દેખરેખની ઉણપ અને ઓવરલોડિંગ આવી દુર્ઘટનાઓની પાછળનાં મુખ્ય કારણ હોય છે. 

જીવનદાયિની નાઈલ નદી અને સુરક્ષાના સવાલો

અંદાજે 6,650 કિલોમીટર લાંબી નાઈલ નદી આફ્રિકાના અનેક દેશોની જીવાદોરી છે. ઇતિહાસમાં જેને “ઇજિપ્તનું વરદાન” કહેવામાં આવતું હતું, તે નદી હવે વહીવટી તંત્રની બેદરકારીના કારણે ધીરે ધીરે કબર 



Source link

Related Articles

Back to top button