मनोरंजन

દિગ્દર્શકની હકાલપટ્ટી થતાં તમન્નાની રાગિણી એમએમએસ થ્રી રખડી પડી | Tamannaah Ragini MMS 3 falls apart after director’s ouster



– તમન્નાને એકતાની ફિલ્મમાં જોવા માગતા ચાહકો નિરાશ

– દિગ્દર્શક સાહિર રઝાએ ફિલ્મનાં શૂટિંગ માટે ટાઈમ જ ન આપ્યોઃ ફિલ્મ હાલ મુલત્વી

મુંબઈ : તમન્ના ભાટિયાની ફિલ્મ ‘રાગિણી એમએમએસ થ્રી’ અટકી પડી છે. ફિલ્મ માટે દિગ્દર્શક તરીકે સાહિર રઝાની પસંદગી કરાઈ હતી. પરંતુ, કહેવાય છે કે સાહિર રઝાએ આ પ્રોજેક્ટ માટે ટાઈમ જ આપ્યો ન હતો. આથી તેને  દિગ્દર્શક તરીકે પાણીચું અપાયું છે અને ફિલ્મ હાલ મુલત્વી  રાખી દેવામાં આવી છે. એકતા કપૂરની આ બહુચર્ચિત ફ્રેન્ચાઈઝીમાં તમન્નાને જોવા ઈચ્છતા ચાહકો નિરાશ થઈ ગયા છે. 

સાહિર રઝા હાલ એક ઓટીટી શો હોસ્ટ કરી રહ્યો છે. તેના કારણે તે ફિલ્મ  દિગ્દર્શન માટે સમય ફાળવી શક્યો ન  હતો. 

હવે એકતા કપૂર તેના સ્થાને નવા ડાયરેક્ટરને શોધી રહી છે. જોકે, આ પ્રક્રિયામાં કેટલો સમય લાગશે તે નક્કી નથી. આથી, હાલ પૂરતી તો આ ફિલ્મ ઠપ જ થઈ ગઈ છે. 



Source link

Related Articles

Back to top button