ગયાનાની સંસદમાં હિન્દી ભાષા ગૂંજી ઊઠી મંત્રીએ જ હિંદીમાં બોલવા માટે પડકાર ફેંક્યો | Hindi language echoes in Guyana parliament minister challenged him to speak in Hindi

![]()
– ગયાનામાં 40 ટકા મૂળ ભારતવંશીઓ છે
– આ પડકાર ફેંકનાર કૃષિ રાજ્યમંત્રી વિકાસરામ કિસુન છે વિપક્ષી સાંસદે રામ કિસુનનાં હિન્દી પર પ્રશ્ન ઉઠાવતાં મંત્રી ભડક્યા
જ્યોર્જ ટાઉન : દક્ષિણ અમેરિકાનાં ઉત્તર-પૂર્વ તટ ઉપર આવેલા દેશ ગયાનામાં એક મંત્રીએ વિપક્ષને હિન્દીમાં એવા લલકાર્યા કે ગયાનાથી ભારત સુધી તેનો વિડીયો વાયરલ થઈ ગયો. આ પડકાર ફેંકનાર ગયાનાના કૃષિ રાજ્યમંત્રી વિકાસ રામકિસુન છે.
વાત એમ છે કે, વિપક્ષના એક સાંસદે તેઓનાં હિન્દીનાં જ્ઞાન અંગે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે તેઓ ભડકી ઊઠયાં અને હિન્દીમાં જ ચર્ચા કરવા પડકાર ફેંક્યો.
ગયાના (બ્રિટિશ (ગયાના)માં ઘણાં ભારતીઓ વસે છે. તેઓને ગિરમિટિયા (ઈન્ડેચર્ડ) કામદાર તરીકે ૧૮૩૮થી ૧૯૧૭ સુધી બ્રિટિશર્સ ગયાનાના શેરડીનાં ખેતરોમાં તથા ખાણોમાં અને અન્ય કામો માટે લઈ જતા હતા. તેમાં મોટાભાગના ઉત્તર પ્રદેશ અને બિહારનાં લોકો હતા, તેમની સંખ્યા ૨,૩૯,૦૦૦ આસપાસ હતી. તેમના વંશજોએ ગયાનામાં રાજકારણમાં પણ ઘણી સિદ્ધિ મેળવી છે. વ્યાપારમાં પણ અગ્રીમ રહ્યાં છે.
રામકિસુને કહ્યું કે, તેઓ વિપક્ષી સભ્યે ફેંકેલો પડકાર ઝીલી લેવા તૈયાર છે. કોઈપણ એલન ઉપર ચર્ચા કરવા પણ તૈયાર છું અને તે સંપૂર્ણ રીતે હિંદીમાં જ યોજાય તે માટે પણ તૈયાર છે, અને તે પણ કોઈ નોટસમાં કે કોઈ કાગળમાં જોયા સિવાય જ.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ત્યાં પહોંચેલા બધા જ ભારતીયો હિન્દી તથા ભોજપુરી તેમ બંને ભાષા બોલે છે. ગયાના મૂળ બ્રિટિશ શાસિત હોવાથી ત્યાં સત્તાવાર ભાષા તો અંગ્રેજી છે છતાં જે ભારતીયો ત્યાં ગયા હતા, તેઓ અને તેમના વંશજો પરસ્પરમાં તો હિન્દી કે ભોજપુરીમાં જ વાત કરે છે.
કેરેબિરન સીમાં આવેલા વેસ્ટ ઈંડીઝના ટાપુઓમાં પણ ભારત વંશીઓ ગીરમીટયા તરીકે જ ગયા હતા પરંતુ ત્યાં તેમનો પછીથી પ્રભાવ જમાવી દીધો છે. વેસ્ટ ઈન્ડીઝની ક્રિકેટ ટીમના મહાન ખેલાડી સોની રામધન જેવાનાં નામ પણ જાણીતા છે.



