मनोरंजन

સલમાન ખાનના જીજાજી આયુષ શર્માને ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે મોકલ્યો પ્રોટોન મેઈલ | Salman Khan Brother in law Aayush Sharma receives threat Lawrence Bishnoi gang sends proton mail



Salman Khan: સલમાન ખાનના જીજાજી આયુષ શર્માને ધમકી ભર્યો મેઈલ પોલીસે તપાસ શરૂ કરી છે. સૂત્ર મુજબ આ ઈમેઈલ પ્રોટોન ઈમેઈલનો ઉપયોગ કરી મોકલવામાં આવ્યો છે. ઈમેઈલ કરનારાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હોવાનો દાવો કરી ધમકી આપી હતી. 

પોલીસે શું કહ્યું?

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કહ્યું છે કે આયુષ શર્માને ઈમેઈલ વાયા પ્રોટોન દ્વારા જે ધમકી મળી છે, તે જ ધમકી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા રણવીર સિંહના વ્હોટ્સએપ વોઈસ નોટમાં પણ આપવામાં આવી છે જેમાં VPNનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને કેસમાં ઓળખ છુપાવવાની કોશિશ ધમકી આપનારે કરી છે. તપાસ શરૂ કરી દેવાઈ છે. 

અભિનેતા રણવીર સિંહને ધમકી ભર્યો મેસેજ

મહત્વનું છે કે ગઈકાલે 10 ફેબ્રુઆરીના રોજ અભિનેતા રણવીર સિંહને વોટ્સએપ વોઇસ નોટ દ્વારા ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. મેસેજ દ્વારા કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી. ધમકી બાદ મુંબઈ પોલીસને મેસેજની જાણ કરવામાં આવી હતી. પોલીસે ધમકીભર્યો વોઇસ નોટ મોકલનારની શોધખોળ શરૂ કરી દીધી છે. વોઇસ નોટ બિશ્નોઈ ગેંગથી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જોકે, રણવીર સિંહ કે તેની ટીમ દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. સતત ધમકીઓ મળતા સલમાન ખાનના જીજાજી આયુષ શર્મામ અભિનેતા રણવીર સિંહ અને રોહિત શેટ્ટીના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ છે.

રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ થયું હતું

31 જાન્યુઆરી શનિવારે મોડી રાત્રે અંદાજે 12:45 વાગ્યે રોહિત શેટ્ટીની જુહુમાં આવેલી નવ માળની ઈમારત ‘શેટ્ટી ટાવર’ પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં એક ગોળી બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા જીમના કાચમાં ઘૂસી ગઈ હતી. પુણેની વારજે માળવાડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન કર્વેનગર અને ધાયરી વિસ્તારમાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ અમન આનંદ મારોટે (27), આદિત્ય જ્ઞાનેશ્વર ગાયકી (19), સિદ્ધાર્થ દીપક યેનપુરે (20), સમર્થ શિવશરણ પોમાજી (18) અને સ્વપ્નિલ બંડુ સકટ (23) તરીકે થઈ હતી. 17 ફેબ્રુઆરી સુધી તમામ આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. આ હુમલાની મોડસ ઓપરેન્ડી જોતા પોલીસને લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મજબૂત શંકા ગઈ હતી. 

આ પણ વાંચો: ‘ભાગમ ભાગ ૨’ માંથી ગોવિંદા આઉટ! પરેશ રાવલે મનોજ બાજપેયીની એન્ટ્રી પર મારી મહોર, ફેન્સમાં જોવા મળી ભારે નિરાશા

વર્ષ 2024માં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ 

14 એપ્રિલ 2024ના આ રોજ સલમાન ખાનના ઘરે પણ ફાયરિંગ થયું હતું. ગેલેક્સી એપાર્ટમેન્ટ પર સવારે 5 વાગ્યે 1 બાઈક સવાર ઈસમોએ 4 રાઉન્ડ ફાયર કર્યા હતા. આ પહેલા સલમાન ખાનને ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે. આ મામલે પોલીસે છ લોકોની ધરપકડ પણ કરી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા થકી સલમાન ખાન પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. 



Source link

Related Articles

Back to top button